સ્પોર્ટસ

સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…

હૈદરાબાદ/કોલકાતા: જો કોઈ સેલિબ્રિટી સિંગલ હોય અને એન્ગેજમેન્ટ કે મૅરેજ ન કરે ત્યાં સુધી તેના વિશે જાત જાતની વાતો ફેલાતી હોય છે. જેવી એ હસ્તી સિંગલની ડબલ થઈ જાય એટલે અટકળો બંધ થઈ જતી હોય છે. જોકે અહીં આપણે એવી બે સેલિબ્રિટીની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ સિંગલમાંથી ડબલ થયા પછી હવે ફરી સિંગલ થઈ ગઈ હોવાથી તેમના વિશે અટકળ થવા લાગી છે. નવાઈની વાત એ છે કે કોઈ મજાકિયા ફૅન્સે બન્ને હસ્તીઓના નામ અને તસવીર એકમેક સાથે જોડીને સનસનાટીભરી અફવાને જન્મ આપ્યો છે. આ વાત સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી વિશેની છે.

Also Read: Australia vs Bangladesh: 2024ના વર્લ્ડ કપની પહેલી હૅટ-ટ્રિક લીધી આ બોલરે…

ભારતની ટેનિસ-ક્વીન સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને તલાક આપી દીધા છે. મલિકે પાકિસ્તાની ઍક્ટ્રેસ સના જાવેદ સાથે રિલેશનશિપ શરૂ કરી એ સાથે સાનિયાએ છોડી દીધો. મલિકે સના સાથે શાદી કરી લીધી છે. મલિકની આ ત્રીજી શાદી છે. સાનિયા પુત્ર ઇઝહાન સાથે રહે છે.

બીજી તરફ, પેસ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે થોડા મહિનાઓથી રમી નથી રહ્યો. તે બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. તે પત્ની હસીન જહાંથી અલગ થઈ ગયો છે. હસીન જહાં અનેક આક્ષેપો સાથે તેની વિરુદ્ધ અદાલતમાં પણ ગઈ છે અને તેમનો ડિવૉર્સનો કેસ ચાલી રહ્યો છે. તેઓ મહિનાઓથી અલગ રહે છે.

સોશિયલ મીડિયામાં બે દિવસથી સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની તસવીર એક સાથે બતાવવામાં આવી રહી છે અને એવો સંકેત અપાઈ રહ્યો છે કે આ બન્નેએ શાદી કરી લીધી છે.

Aslo Read:બ્રિજટાઉનમાં પત્રકારે સૂર્યકુમારને ભૂલથી સિરાજ કહીને બોલાવ્યો અને પછી…

જોકે સાનિયાના પિતા ઇમરાન મિર્ઝાએ તરત જ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વાતને બકવાસ બતાવી છે. ઇમરાન મિર્ઝાએ એક મીડિયા-ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘સાનિયા ક્યારેય મોહમ્મદ શમીને મળી પણ નથી. આ બધુ બકવાસ છે. વાસ્તવમાં સાનિયાની જે તસવીર મીડિયામાં વાયરલ થઈ છે એ તેની અસલી શાદીની છે.’ ઇમરાન એવું કહેવા માગતા હતા કે સાનિયાની આ દુલ્હનનાં પોષાકવાળી તસવીર શોએબ મલિક સાથેના તેના લગ્ન સમયની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો