જો કિસ્મત આપણને સાથે લઈને આવશે તો… Sania Mirza માટે કોણે કહી આ વાત? | મુંબઈ સમાચાર

જો કિસ્મત આપણને સાથે લઈને આવશે તો… Sania Mirza માટે કોણે કહી આ વાત?

ભૂતપૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Sania Mirza) કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ ટેનિસમાં પોતાની સિદ્ધિઓને કારણે હોય કે પર્સનલ લાઈફને કારણે હોય. એમાં પણ જ્યારે સાનિયાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકથી ડિવોર્સ લીધા બાદથી તો તે વધારે ચર્ચામાં આવી રહી છે. સાનિયા અવારનવાર ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરે છે અને હાલમાં જ સાનિયાની પોસ્ટને કારણે ફેન્સમાં ઉત્સુક્તા વધી ગઈ છે, પણ આ બધામાં એક ફેનની કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે, આવો જોઈએ શું છે આ કમેન્ટ…

સાનિયા મિર્ઝાએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી એક પોસ્ટ શેર કરી છે. જે પોસ્ટમાં સકારાત્મક ફેરફારના સંકેત મળી રહ્યા છે. આ પોસ્ટમાં સાનિયાએ લખ્યું છે કે સબ્ર કરો… જ્યારે તમને લાગે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે અલ્લાહ કંઈકને કંઈક ચમત્કાર જરૂર કરે છે. સાનિયાની આ પોસ્ટ પરથી જ તેના જીવનમાં કંઈક સારું થવાના સંકેત મળી રહ્યા છે. આ સાથે જ સાનિયાએ એક બીજો ફોટો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સાનિયા મિર્ઝાના આ ફોટો પર એક ફેને લખ્યું છે કે દૂરથી.. તમે મને એ સુંદરતા અને તાકાત દેખાડી છે જેની હું દિલથી પ્રશંસા કરું છું. જો કિસ્મત ક્યારેક આપણને સાથે લઈને આવશે તો મને જીવનભર તમારી સાથે દરેક પળ વિતાવવાનું માન મળશે. સાનિયાનો આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘મારા સ્મિતનું કારણ તમે જ છો’, સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીર તો શોએબ મલિકે પણ આપ્યો જવાબ!

વાત કરીએ શોએબ મલ્લિક અને સાનિયાની પહેલી મુલાકાતની તો તેઓ 2004માં સાથે મળ્યું છે અને એ સમયે સાનિયા મિર્ઝા એક ઉભરતી ટેનિસ પ્લેયર હતી. જ્યારે શોએબ મલિક એક પ્રમુખ ક્રિકેટર તરીકે પોતાની ઓળખ ઊભી કરી ચૂક્યો હતો. 2009માં સાનિયા અને શોએબનું અફેયર હોવાના અહેવાલો આવ્યા હતા અને તેમણે લગ્ન કરી લીધા હતા, પરંતુ 2024માં આખરે બંનેએ ડિવોર્સ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા.

સંબંધિત લેખો

Back to top button