
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને 2022માં ટાઇટલ અપાવવામાં તેમ જ 2023માં રનર-અપ બનાવવામાં મોટું યોગદાન આપનાર મોહમ્મદ શમી ઈજાને કારણે આ વખતની આઇપીએલમાં નથી રમવાનો. તેના સ્થાને પેસ બોલર સંદીપ વૉરિયરને જીટીની ટીમમાં સમાવવામાં આવ્યો છે.
શમીએ તાજેતરમાં લંડનમાં પગની સર્જરી કરાવી હતી. વૉરિયર અગાઉ કોલકાતા, મુંબઈ, બૅન્ગલોરની ટીમમાં હતો. તે 32 વર્ષનો છે અને આઇપીએલમાં 2019થી અત્યાર સુધીમાં માંડ પાંચ મૅચ રમી શક્યો છે જેમાં તેણે બે વિકેટ લીધી છે.
વૉરિયર કેરળ રાજ્યનો છે અને તેને 2021માં ભારત વતી એક ટી-20 મૅચ રમવા મળી હતી.
જીટીએ શ્રીલંકાના મદુશંકાના સ્થાને સાઉથ આફ્રિકાના 17 વર્ષના ક્વેના મફાકાને બોલાવાયો છે.
જીટીની પ્રથમ મૅચ 24મી માર્ચે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે.