સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી! | મુંબઈ સમાચાર
મનોરંજનસ્પોર્ટસ

સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!

મુંબઈઃ દેશની પહેલી અને સૌથી મોટી ટેનિસ-બોલ T10 ક્રિકેટ લીગ – ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ તેની ત્રીજી સીઝન પહેલા એક મોટી જાહેરાત કરી છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હવે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક બનશે. આ નવી ટીમને ISPLમાં એવા સમયે સામેલ કરવામાં આવી છે, જ્યારે લીગે તેની બીજી સીઝનમાં રેકોર્ડબ્રેક લોકપ્રિયતા હાંસલ કરી છે.

સલમાન ખાને પોતે ISPLની નવી દિલ્હી ફ્રેન્ચાઇઝી ખરીદી કરી હોવાની જાહેરાત કરી છે. સુપરસ્ટારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે, ‘તમે દિલ્હીના માલિકનું સ્વાગત નહીં કરો.’

આ સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘ISPL સાથે રોડથી લઈને સ્ટેડિયમ સુધીની ક્રિકેટની સફર શરૂ કરવા માટે ઉત્સાહી છું.’ દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક બનવા પર, સલમાન ખાને કહ્યું – ‘ક્રિકેટ દરેક ભારતની ગલીઓની રોનક ધરાવે છે અને જ્યારે તે જ ઊર્જા સાથે સ્ટેડિયમમાં પહોંચે છે, ત્યારે ISPL જેવી લીગનો જન્મ થાય છે.

આ પણ વાંચો: ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર

હું હંમેશાંથી આ રમત પ્રત્યે ઉત્સાહિત રહ્યો છું અને ISPL સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. આ લીગ માત્ર પાયાના સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપતી નથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓને એક શક્તિશાળી પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ તો શરૂઆત છે સીઝન 3 સાથે, દર્શકો અમારી ટીમ વિશે વધુ જાણી શકશે અને અમારી સાથે જોડાશે.’

સલમાન ખાનના જોડાવાથી નવી દિલ્હીની ટીમ તો મજબૂત થશે જ, પણ સમગ્ર લીગને એક નવી તાકાત અને નવી ઓળખ પણ મળશે. હવે તે એવી સેલિબ્રિટીઝની યાદીમાં જોડાઈ ગયો છે જેઓ પહેલાથી જ અન્ય ISPL ટીમના માલિક છે, જેમાં અમિતાભ બચ્ચન (માઝી મુંબઈ), સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન (ટાઈગર્સ ઓફ કોલકાતા ), અક્ષય કુમાર (શ્રીનગર કે વીર), સૂર્યા (ચેન્નઈ સિંઘમ્સ), રિતિક રોશન (બેંગલોર સ્ટ્રાઈકર્સ) અને રામ ચરણ (ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ) જેવા નામોનો સમાવેશ થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button