સાયના નેહવાલ વિરાટ કોહલીના ગુરુના શરણે અચાનક કેમ પહોંચી, મહારાજે શું આપ્યો મંત્ર?

વૃંદાવન: ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પ્રેમાનંદ જી મહારાજના દર્શન માટે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેવા તેમના આશ્રમ શ્રી હિત રાધા કેલી કુંજની મુલાકાત લેતા હોય છે. લગ્ન જીવનમાં ભંગાણની ચર્ચાઓ વચ્ચે ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલ પ્રેમાનંદ જી મહારાજના દર્શન માટે પહોંચી (Saina Nehwal at Pramanand Maharaj’s ashram) હતી. આ દરમિયાન સાયનાએ પુછેલા પ્રશ્ન અને મહારાજે આપેલા જવાબનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
સાયના તેની માતા અને બહેન સાથે આશ્રમ પહોંચી હતી. પ્રેમાનંદજી મહારાજના દર્શન બાદ સાયનાએ જણાવ્યું કે કેટલીક વાર જ્યારે તેને કોઈ કાર્યક્રમમાં જવાનું થાય છે, ત્યારે તે તણાવ અનુભવે છે. પ્રેમાનંદ જી મહારાજે સાયનાની આ સમસ્યાનો ઉકેલ જણાવ્યો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સાયનાએ પૂછ્યો આવો સવાલ:
વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોવા મળે છે કે સાયના મહારાજ સામે હાથ જોડીને ઉભી છે, તેની માતા ઉષા નેહવાલ અને તેની બહેન પણ તેની સાથે છે. સાયનાએ મહારાજને પૂછ્યું, ‘મને મંદિરમાં જવાનું ગમે છે અને હું કેટલાક મંત્રોનો જાપ પણ કરું છું, પરંતુ આજે પણ મને જ્યારે કોઈ ઇવેન્ટમાં હાજરી આપવા આમંત્રણ મળે છે, ત્યારે હું એ વિચારીને તણાવમાં આવી જાઉં છું કે કાર્યક્રમમાં શું થશે?’
મહારાજે આપ્યો જવાબ:
સાયનાની સમસ્યાનો ઉપાય બતાવતા પ્રેમાનંદ મહારાજે કહ્યું, ‘જ્યાં સુધી અજ્ઞાન નષ્ટ ન થાય ત્યાં સુધી એ ચિંતાઓ રહ્યા કરે છે. જો આપણે આપણો વર્તમાન સમય ભગવાનના નામ માટે સમર્પિત કરીએ, તો આપણો ભૂતકાળ અને ભવિષ્ય બંને સારું રહેશે. ક્યારેક ભૂતકાળ વિશે તો ક્યારેક ભવિષ્ય વિશે વિચારીને તમે સમય બગડો છો. આ વિચારોથી પોતાને બચાવવા માટે, ભગવાનના નામનો જાપ કરવો એ જ રસ્તો છે.’
સાયના અંગત જીવનને કારણે ચર્ચામાં:
નોંધનીય છે કે સાયના નેહવાલ તાજેતરમાં તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે, સાત વર્ષ લાંબા લગ્નજીવન પછી તેણે પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત શેર કરી હતી, જેના થોડા દિવસો બાદ દિવસો બાદ બંને ફરી સાથે દેખાયા હતાં, બંનેએ પોતાના લગ્ન સંબંધને બીજી તક આપી.
આપણ વાંચો: યુએઈ જેવી નાની ટીમને હાઈ પ્રોફાઈલ ઇવેન્ટમાં શુંકામ રમાડો છો!… આવું ચોંકાવનારું કોણે કહ્યું?