સ્પોર્ટસ

ભારતે સૈફ અંડર-16 મહિલા ચેમ્પિયનશિપ માટે જાહેર કરી 23 સભ્યોની ટીમ

નવી દિલ્હીઃ મુખ્ય કોચ બીબી થોમસ મુતાહે સોમવારે નેપાળમાં પહેલીથી 10 માર્ચ દરમિયાન યોજાનારી સૈફ અંડર-16 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે 23 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

ભારતે 2018 અને 2019માં અંડર-15 ફોર્મેટ જીત્યું હતું. બંને વખત ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. પ્રથમ વખત ટૂર્નામેન્ટ અંડર 16 ફોર્મેટમાં રમાઈ રહી છે. ગોવામાં પ્રેક્ટિસ કરી રહેલા સંભવિતોમાંથી અંતિમ ટીમની પસંદગી કરવામાં આવી હતી.

ભારતીય ટીમ મંગળવારે નેપાળ જવા રવાના થશે. તેમણે પહેલી માર્ચે ભૂટાન, 5 માર્ચે બાંગ્લાદેશ અને 7 માર્ચે નેપાળ સામે રમવાનું છે. રાઉન્ડ રોબિન તબક્કાની ટોચની બે ટીમો ફાઈનલ રમશે. તમામ મેચ લલિતપુરમાં રમાશે.

ભારતીય ટીમ: ગોલકીપર: કે ટી દેવી, મુન્ની, સૂરજમુની કુમારી
ડિફેન્ડર્સ: અમૃતા ઘોષ, બોનિફિલા શુલાઈ, દિવાની લિન્ડા, એલિઝાબેથ લાકરા, ગૌરી, રિયાના લિઝ જેકબ, રૂપશ્રી મુંડા, એસ.અલેના દેવી.

મિડફિલ્ડર્સ: અનિતા ડુંગડુંગ, અનુષ્કા કુમારી, અન્વિતા રઘુરામન, એચ.યશિકા, એલ નીરા ચાનુ, રિતુ બડાઇક, શ્વેતા રાની, ટી. મોની બાસ્કે.

ફોરવર્ડઃ ગુરલીન કૌર, ગુરનાઝ કૌર, નેહા સાજી, પર્લ ફર્નાન્ડિસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button