સ્પોર્ટસ
સાઇ સુદર્શન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ૪૦૦મો ભારતીય ક્રિકેટર બન્યો
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ ૨૨ વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું.
સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે રિંકુ સિંહને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો કે, કેએલ રાહુલે કહ્યું હતું કે જો રિંકુ સિંહ વન-ડે સિરિઝમાં રમશે તો શક્ય છે કે ભવિષ્યની મેચોમાં તેને વધુ તક મળી શકે છે. સાઈ સુદર્શનને પ્રથમ વનડેમાં કેપ્ટન કેએલ રાહુલે ડેબ્યૂ કેપ આપી હતી. સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા સામેની આ વન-ડે મેચથી તેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.