સ્પોર્ટસ

સચિનની પુત્રી સારા તેન્ડુલકરે ખરીદી આ ટીમ…

મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરની પુત્રી સારા (Sara Tendulkar)એ મુંબઈ (Mumbai)ની ટીમ ખરીદી છે. હા, તમે બરાબર વાંચ્યું. તેણે મુંબઈની જ ટીમ ખરીદી લીધી છે. આ ટીમ ગ્લોબલ ઇ-ક્રિકેટ પ્રીમિયર લીગ (GEPL)ની છે. સારા આ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમની માલિક બની ગઈ છે.

જીઇપીએલની ગણના દુનિયાની સૌથી મોટી ઇ-ક્રિકેટ (E-Cricket)લીગમાં થાય છે. આ લીગ રિયલ ક્રિકેટ ઍપ પર રમાય છે અને આ લીગને ઇન્ટરનેટ પર 30 કરોડથી પણ વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી છે. 2025માં જીઇપીએલની બીજી સીઝન યોજાવાની છે.

પ્રથમ સીઝનમાં બે લાખ ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું, જ્યારે 2025ની બીજી સીઝન માટે નવ લાખ, 10 હજાર રજિસ્ટ્રેશન આવી ચૂક્યા છે.

આપણ વાંચો: Sara Tendulkar નાં લુકથી સોશિયલ મીડિયા પર મચી ધૂમ; સર્ફિંગ દરમિયાન…

સારા તેન્ડુલકરે જીઇપીએલમાં મુંબઈની ટીમની માલિક બન્યા બાદ કહ્યું, `ક્રિકેટ અમારા પરિવારનું અવિભાજ્ય અંગ છે. મને ઇ-સ્પોર્ટ્સમાં ક્રિકેટનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ જણાય છે. જીઇપીએલમાં મુંબઈના ફ્રૅન્ચાઇઝીને ખરીદવું એટલે મારા માટે એક સપનું સાકાર કરવા જેવી વાત છે. મુંબઈ શહેર સાથે મને અનેરો લગાવ રહ્યો છે અને હું આ શહેરની પ્રતિભાશાળી ટીમ સાથે ભાગીદારી કરવા ખૂબ ઉત્સુક છું.’

સારાનો ભાઈ અર્જુન તેન્ડુલકર ક્રિકેટર છે અને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમમાં છે. તેને આ વખતે હજી સુધી એક પણ મૅચ નથી રમવા મળી, પરંતુ તે એમઆઇ વતી કુલ પાંચ મૅચ રમી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવા વતી રમે છે.

સારા અને અર્જુનના પિતા સચિન તેન્ડુલકર તાજેતરમાં જ ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગમાં રમ્યા. સચિનના સુકાનમાં ઇન્ડિયા માસ્ટર્સ ટીમ ચૅમ્પિયન બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button