સ્પોર્ટસ

વિરાટની નિવૃત્તિથી ભાવુક થયા સચિન તેંડુલકર; સોશિયલ મીડિયા પર કરી હૃદયસ્પર્શી પોસ્ટ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Kohli retirement from test) કરી હતી. ચાહકો ઉપરાંત ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વિરાટની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર(Sachin Tendulkar)એ વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. પોસ્ટમાં, સચિને 12 વર્ષ પહેલા વિરાટે આપેલી ભેટનો ઉલ્લેખ કર્યો છે.

સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પર કોહલીનો ફોટો શેર કર્યો અને લખ્યું, “12 વર્ષ પહેલાં જ્યારે મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તે મને શું કહ્યું હતું એ યાદ છે. મારી છેલ્લી ટેસ્ટ દરમિયાન તે મને તારા સ્વર્ગસ્થ પિતાએ આપેલો દોરો ભેટમાં આપ્યો હતો. તે સ્વીકારવું એ મારા માટે ખૂબ જ વ્યક્તિગત નિર્ણય હતો, પરંતુ તે ભાવ હૃદયસ્પર્શી હતો અને ત્યારથી મારી સાથે રહ્યો છે.”

આ પણ વાંચો: વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’

તેંદુલકરે વધુમાં લખ્યું, “બદલામાં આપવા માટે મારી પાસે કોઈ દોરો નથી પણ હું મારા દિલથી તરી પ્રશંસા કરું છું અને તને શુભકામનાઓ પાઠવું છું. અસંખ્ય યુવા ક્રિકેટરોને રમત માટે પ્રેરણા આપવી એ વિરાટનો સાચો વારસો રહ્યો છે. તમારી ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે. તમે ભારતીય ક્રિકેટને માત્ર રન જ આપ્યા નથી પરંતુ તમે ઉત્સાહી ચાહકો અને ખેલાડીઓની નવી પેઢી આપી છે. ખૂબ જ ખાસ ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન.”

નોંધનીય છે કે વિરાટ તેંડુલકરને તેના આદર્શ માને છે, એ વાત સૌ જાણે છે. ODI વર્લ્ડ કપ 2011 જીત્યા બાદ વિરાટે તેંડુલકરને તેના ખભા પર ઉઠાવી લીધા હતાં આ પછી વિરાટે કહ્યું હતું કે, ‘સચિન તેંડુલકરે 21 વર્ષ સુધી આખા દેશની અપેક્ષાઓનો ભાર ઉપાડ્યો અને હવે આપણો વારો છે કે આપણે તેમને આપણા ખભા પર ઉઠાવીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button