સચિન તેંડુલકર BCCIના નવા પ્રમુખ બનશે! જાણો માસ્ટર બ્લાસ્ટરની કંપનીએ શું કહ્યું?

મુંબઈ: રોજર બિન્નીને બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે, આ ખાલી પડેલું પદ ભરવા માટે ચૂંટણી ટૂંક સમયમાં યોજવાની છે. એવામાં અહેવાલો વહેતા થયા હતા કે ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટર ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર આ પદ માટે ઉમેદવાર હોઈ શકે છે. પરંતુ હવે સચિન તેંડુલકરની કંપની SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટે આ બાબતે સ્પષ્ટતા કરી છે. કંપનીએ અહેવાલમાં કરવામાં આવેલા દાવા ફગાવી દીધા છે.
SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક નિવેદન બાહર પડીને કહ્યું, “અમને એવા અહેવાલો અને અફવાઓ વિશે જાણ થઇ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સચિન તેંડુલકરને BCCIના આગામી પ્રમુખ બનાવવામાં આવી શકે છે, અહીં અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આવી કોઈ ચર્ચા થઇ નથી. અમે અપીલ કરીએ છીએ પાયાવિહોણી અટકળો પર વિશ્વાસ ન કરો. “
28 સપ્ટેમ્બરના રોજ BCCIમાં ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી દ્વારા BCCI પ્રમુખ, ઇન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ સહિત ઘણા અન્ય મહત્વના પદો ભરવામાં આવશે.
BCCIના નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ 70 વર્ષની ઉંમર પછી પ્રમુખ ન રહી શકે, આ કારણોસર રોજર બિન્નીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું. વહીવટમાં 6 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ અરુણ સિંહ ધુમલ કૂલ-ઓફ પીરિયડ પર જવાના છે.
દેવજીત સૈકિયા BCCI સચિવ પદ પર રહી શકે છે. સંયુક્ત સચિવ પદ રોહન ગૌંસ દેસાઈને સોંપવામાં આવી શક એછે અને પ્રભતેજ ભાટિયા ખજાનચી પદ પર રહી શકે છે.
આપણ વાંચો: T20 Asia Cup 2025: બાંગ્લાદેશે હરાવ્યું હોંગ કોંગને