‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં ૧૯ રનમાં આઉટ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં ૧૯ રનમાં આઉટ

માત્ર ૧૨ વર્ષની ઉંમરે શુક્રવારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર બિહારનો લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશી શનિવારે તેની પહેલી જ ઇનિંગ્સમાં માત્ર ૨૮ બૉલ રમી શક્યો હતો અને ૧૯મા રને મુંબઈના શિવમ દુબેના બૉલમાં કૅચઆઉટ થયો હતો. બિહારના સચિન તેન્ડુલકર તરીકે ઓળખાતા સૂર્યવંશીની સાચી ઉંમરના મામલે વિવાદ ચાલે છે. શનિવારે તેની વિકેટ મળતાં જ મુંબઈના પ્લેયરો ખુશખુશાલ હતા. મુંબઈનો પ્રથમ દાવ ૨૫૧ રનમાં સમેટાઈ ગયા બાદ બિહારે ૬ વિકેટે ૮૯ રન બનાવ્યા હતા. મુંબઈના મોહિત અવસ્થીએ ચાર અને દુબેએ બે વિકેટ લીધી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button