સબાલેન્કા સતત બીજું યુએસ ટાઇટલ જીતનારી સેરેના પછીની બીજી ખેલાડી
બેલારુસની વર્લ્ડ નંબર-વન ખેલાડીએ પુસ્તક પરથી પ્રેરણા લીધી અને ફાઇનલ જીતી

ન્યૂ યૉર્કઃ 2024માં સિંગલ્સના બે ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર બેલારુસની અરીના સબાલેન્કા યુએસ ઓપનનું સતત બીજું ટાઇટલ જીતનારી અમેરિકાની ભૂતપૂર્વ ખેલાડી સેરેના વિલિયમ્સ પછીની પ્રથમ ખેલાડી બની છે. સબાલેન્કાએ શનિવારે ફાઇનલમાં અમાન્ડા (Amanda) ઍનિસિમોવાને 6-3, 7-3થી હરાવી દીધી હતી.
સેરેના 2012-2014 દરમ્યાન સતત ત્રણ વર્ષમાં યુએસ ઓપન જીતી હતી અને વર્લ્ડ નંબર-વન સબાલેન્કા (Sabalenka)એ તેની બરાબરીમાં આવવા હવે 2026ની યુએસ ઓપન જીતવી પડશે.
આપણ વાંચો: અલ્કારાઝ નંબર-વન બની શકે, જૉકોવિચ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં…
સબાલેન્કા આ વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ અને વિમ્બલ્ડનની સેમિ ફાઇનલ હારી હતી. જોકે તેણે એ બે મોટા પરાજય બાદ એક પુસ્તક વાંચ્યું હતું અને એમાંથી તેણે પોતાને નુકસાન કરનારી લાગણીઓ અને સંવેદનાઓ પર પ્રભુત્વ મેળવવાનું શીખી લીધું હતું. શનિવારે ફાઇનલ જીતતાં પહેલાં બે વખત તેણે મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને નકારાત્મક વિચારો કરવા લાગી હતી તેમ જ ઉત્સાહ ગુમાવી રહી હતી, પણ તેને પુસ્તકમાં વાંચેલું યાદ કરી લીધું અને છેવટે જીતીને રહી હતી.
સબાલેન્કાએ પત્રકારોને કહ્યું, ` મને વિચાર આવ્યો હતો કે હું ફાઇનલમાં પહોંચી એનો અર્થ એ થયો કે હું જીતવાની જ છું. મને એવું પણ થયું કે હું સમજીને રમીશ તો ટ્રોફી સુધી પહોંચી જ શકીશ.’