સ્પોર્ટસ

IND vs SA ODI: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, રીંકુ બહાર, સુદર્શનનું ડેબ્યૂ, જાણો અપડેટ

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે આજે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઈડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. સાઈ સુદર્શન ભારત માટે ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે રિંકુ સિંહને તક મળી નથી. પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આજે ગુલાબી જર્સીમાં રમશે.

કેએલ રાહુલ ભારતીય ટીમની કમાન સાંભળી રહ્યો છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન સાઈ સુદર્શન આજે ડેબ્યૂ કરી રહ્યો છે. સુદર્શને આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટે ઋતુરાજ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. રિંકુ સિંહને પડતો મૂકવામાં આવ્યો છે અને સંજુ સેમસનને તક આપવામાં આવી છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન – રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), સંજુ સેમસન, તિલક વર્મા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.


દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યુસેન, એઈડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, તબરેઈઝ શમ્સી અને નાન્દ્રે બર્જર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button