રોહિત-વિરાટનો સાત કરોડ રૂપિયાનો પગાર ચાલુ રહેશે? બીસીસીઆઇએ કરી દીધી છે સ્પષ્ટતા…

મુંબઈઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય પછી ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે એમ છતાં તેમને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના એ-પ્લસ' ગ્રેડમાં જાળવી રાખવામાં આવશે. આ કૅટેગરીના પ્રત્યેક ખેલાડીને વર્ષે સાત કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.
રોહિત (ROHIT SHARMA) અને વિરાટ (VIRAT KOHLI) હવે ભારત વતી ફક્ત વન-ડે રમતા જોવા મળશે. એ જોતાં ઘણાના મનમાં સવાલ જાગ્યો હતો કે રોહિત અને વિરાટે ટી-20 અને ટેસ્ટના ફૉર્મેટને તિલાંજલી આપી હોવા છતાં તેમને
એ-પ્લસ’ ગ્રેડમાં જાળવી રાખવામાં આવશે? જોકે બીસીસીઆઇએ ખુલાસો કરી દીધો છે.
આપણ વાંચો: વિરાટ કોહલી પણ ટેસ્ટ માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે! BCCIની ચિંતા વધી
બીસીસીઆઇએ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે કુલ ચાર ગ્રેડ બનાવ્યા છે. ગે્રડ એ-પ્લસ, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી. હાલની વાત કરીએ તો ગ્રેડ એ-પ્લસમાં ફક્ત ચાર ખેલાડીને સમાવવામાં આવ્યા છેઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ.
આ ચાર ખેલાડીમાં બુમરાહને બાદ કરતા બાકીના ત્રણેય ખેલાડી ત્રણેટ ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં નથી રમી રહ્યા. રોહિત-વિરાટ હવે માત્ર વન-ડે રમશે, જ્યારે જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલ છોડી ચૂક્યો છે.
સામાન્ય રીતે બીસીસીઆઇ એવા જ ખેલાડીને ગ્રેડ એ-પ્લસમાં રાખે છે જેઓ ત્રણેય ફૉર્મેટમાં રમતા હોય. જોકે બીસીસીઆઇના સેક્રેટરી દેવજિત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે રોહિત અને વિરાટ ટી-20 તથા ટેસ્ટ છોડી ચૂક્યા છે અને હવે ફક્ત વન-ડે રમશે એમ છતાં તેમને ગ્રેડ એ-પ્લસમાં જાળવી રાખવામાં આવશે. તેઓ હજી પણ ભારતીય ખેલાડી છે અને ગ્રેડ એ-પ્લસની તમામ સુવિધાઓ તેમને મળશે.
આપણ વાંચો: રોહિત બાદ વિરાટ પણ લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ, BCCIને કરી જાણ
કયા ગ્રેડમાં ખેલાડીને કેટલા પૈસા મળે છે?
ગ્રેડ એ-પ્લસઃ વર્ષે સાત કરોડ રૂપિયા અને દરેક ટેસ્ટ રમવા બદલ 15 લાખ રૂપિયા, દરેક વન-ડે રમવા બદલ છ લાખ રૂપિયા તેમ જ દરેક ટી-20 મૅચ રમવા ત્રણ લાખ રૂપિયા ફી
ગ્રેડ એઃ વર્ષે પાંચ કરોડ રૂપિયા અને દરેક ટેસ્ટ રમવા બદલ 15 લાખ રૂપિયા, દરેક વન-ડે રમવા બદલ છ લાખ રૂપિયા તેમ જ દરેક ટી-20 મૅચ રમવા ત્રણ લાખ રૂપિયા ફી
ગ્રેડ બીઃ વર્ષે ત્રણ કરોડ રૂપિયા અને દરેક ટેસ્ટ રમવા બદલ 15 લાખ રૂપિયા, દરેક વન-ડે રમવા બદલ છ લાખ રૂપિયા તેમ જ દરેક ટી-20 મૅચ રમવા ત્રણ લાખ રૂપિયા ફી
ગ્રેડ સીઃ વર્ષે એક કરોડ રૂપિયા અને દરેક ટેસ્ટ રમવા બદલ 15 લાખ રૂપિયા, દરેક વન-ડે રમવા બદલ છ લાખ રૂપિયા તેમ જ દરેક ટી-20 મૅચ રમવા ત્રણ લાખ રૂપિયા ફી
આપણ વાંચો: PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરને BCCI એ દંડ ફટકાર્યો, આ આરોપમાં દોષિત સાબિત થયો…
કયા ગ્રેડમાં કયો ખેલાડી છે?
ગ્રેડ એ-પ્લસઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ.
ગ્રેડ એઃ મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિષભ પંત.
ગ્રેડ બીઃ સૂર્યકુમાર યાદવ, કુલદીપ સિંહ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર.
ગ્રેડ સીઃ રિન્કુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સૅમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.