મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ પહેરેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું; આટલા કરોડ છે કિંમત

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 બાદથી રોહિત શર્મા ક્રિકેટ રમતા જોવા મળ્યો નથી, હવે તે ઓકટોબર મહિનામાં ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન રમતો જોવા મળશે. તાજેતરમાં રોહિત તેના પરિવાર સાથે ફરવા ગયો હતો. રોહિત મુંબઈ એરપોર્ટથી ઘરે પરિવાર સાથે પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે પહેરેલી કાંડા ઘડિયાળ હાલ (Rohit Sharma Wrist Watch) ચર્ચામાં છે.
મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્મા એકદમ સરળ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. તેણે ક્રિસ્પ વ્હાઇટ ટી-શર્ટ પર ચેકર્ડ શર્ટ પહેર્યો હતો અને ક્લાસિક ડેનિમ પેન્ટ પહેર્યું હતું. આ સાથે રોહિતે સનગ્લાસિસ, ટોપી અને સ્નીકર્સ પહેર્યા હતાં. પરંતુ આ દરમિયાન સૌની નજર રોહિતે પહેરેલી કાંડા ઘડિયાળ પર ગઈ હતી.
શું છે ઘડિયાળની ખાસિયત?
રોહિતે સ્મોક્ડ બર્ગન્ડી કલરના ડાયલ વાળી ટાઇટેનિયની બનેલી ઓડેમર્સ પિગુએટ રોયલ ઓક જમ્બો (Audemars Piguet Royal Oak)એક્સ્ટ્રા-થિન વોચ પહેરી હતી, જેની કિંમત આશરે 2.46 કરોડ રૂપિયા છે.
આ ઘડિયાળની બેઝલ અને બ્રેસલેટ લિંક્સ બલ્ક મેટાલિક ગ્લાસ(BMG) માંથી બનાવવામાં આવે છે, જ્યારે બાકીના કેસ અને ક્લેસ્પમાં સ્લીક ટાઇટેનિયમ ફિનિશ રાખવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા રોહિત ઓવલ ટેસ્ટ દરમિયાન સ્ટેન્ડમાં હાજરી આપી હતી. એ સમયે પણ રોહિતે આ જ ઘડિયાળ પહેરી હતી.
આપણ વાંચો: રોહિત-કોહલીના ફેરવેલની તૈયારી? આ દેશનો પ્રવાસ છેલ્લો રહેશે, ગંભીરના નિવેદનથી ચર્ચા તેજ