સ્પોર્ટસ

બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને થશે ફાયદો, જાણો લેટેસ્ટ અપડેટ…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમને પોતાની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારા રોહિત શર્મા બીસીસીઆઈના 2024-25ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રોહિતની સાથે કોહલી પણ યથાવત્ રહેશે, જ્યારે શ્રેયસ ઐયરની લિસ્ટમાં વાપસી થશે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતને વિજેતા બનાવ્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. વિરાટ કોહલીએ પણ ફાઈનલમાં જીત બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના સૂત્રો મુજબ ટી20માંથી નિવૃત્તિ લીધા બાદ પણ બંનેને એ પ્લસ ગ્રેડમાં જાળવી રાખવામાં આવી શકે છે. આ બંને દિગ્ગજોએ ટીમની સફળતામાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો છે અને આ માટે તેઓ સન્માનના હકદાર છે તેમ બોર્ડનું માનવું છે.

ફેબ્રુઆરી 2024માં બીસીસીઆઈએ વિરાટ, રોહિતની સાથે જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને ગ્રેડ A+ સામેલ કર્યા હતા. ગ્રેડ A માં કુલ 6 ક્રિકેટર્સ હતા. જોકે તેમાં શ્રેયસ ઐયરનું નામ નહોતું. તેણે ગત વર્ષે ડોમેસ્ટિક મેચ રમવાથી ઈન્કાર કર્યો હતો. જેથી તેને કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 5 ઈનિંગમાં 243 રન બનાવ્યા હતા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી કરી શકે છે.

રિપોર્ટ મુજબ, ઈશાન કિશનને આ વખતે પણ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવી શકે છે. તેને ગત વર્ષે ઐયરની સાથે બહાર રાખવામાં આવ્યો હતો. ઈશાને 2023 બાદ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી.

આપણ વાંચો : IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button