સ્પોર્ટસ

રોહિત શર્મા શું વિજય હઝારે ટ્રોફીમાં રમશે? હજી સુધી તેણે એમસીએને કોઈ જાણ નથી કરી

મુંબઈઃ ટી-20 ઇન્ટરનૅશનલ તથા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો વન-ડે ફૉર્મેટનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન રોહિત શર્મા (Rohit Sharma) 50-50 ઓવરવાળી દેશની સર્વોચ્ચ ડોમેસ્ટિક સ્પર્ધા વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare trophy)માં રમશે કે નહીં એ વિશે તેણે હજી સુધી કંઈ જ જાણ નથી કરી એવું મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ના એક અધિકારીએ બુધવારે પીટીઆઇને કહ્યું હતું.

વિજય હઝારે ટ્રોફીની મૅચો પચીસમી ડિસેમ્બરથી 18મી જાન્યુઆરી સુધી અમદાવાદ, રાજકોટ, જયપુર અને બેંગલૂરુમાં રમાશે. આ સ્પર્ધાની નૉકઆઉટ મૅચો બેંગલૂરુમાં રમાશે.

આ પણ વાંચો : રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો

રોહિતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની છેલ્લી મૅચમાં અણનમ 121 રન કરીને ભારતને વિજય અપાવ્યો હતો અને ટીમ ઇન્ડિયાને 0-3ના વાઇટવૉશથી બચાવી હતી.

રોહિતે વિજય હઝારે ટ્રોફી સંબંધમાં કોઈ જાણ નથી કરી, પરંતુ તે એમસીએના બીકેસી ખાતેના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં તેની સાથે યશસ્વી જયસ્વાલ પણ પ્રૅક્ટિસ કરી રહેલો જોવા મળ્યો હતો. યશસ્વી હવે કોલકાતામાં ટેસ્ટ ટીમની સાથે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શુક્રવારે શરૂ થશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button