
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહી ગયું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની તમામ મેચો જીતી લીધી હતી, પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમ તેના સમાન પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી ન હતી અને તેનું ટ્રોફી જીતવાનું સપનું પૂરું થઈ શક્યું ન હતું. આ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેમાં તેની આંખો પણ ભીની હતી.
મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટ્રેવિસ હેડે ભારતની હાર પર અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે પણ મોટું નિવેદન આપીને જખમ પર નમક ભભરાવવાનું કામ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે ફાઈનલ મેચમાં ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને ભારતીય ટીમને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. આ જીત બાદ ટ્રેવિસ હેડના માથામાં જીતનો નશો છવાઇ ગયો હતો અને સત્તાવાર પ્રસારણકર્તા સાથે વાત કરતી વખતે તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માને વિશ્વનો કદાચ સૌથી કમનસીબ વ્યક્તિ ગણાવી દીધો હતો. હેડે એમ પણ જણાવ્યું હતું કે તેણે ફિલ્ડિંગમાં સારી મહેનત કરી હતી.
તેણે શતક બનાવવાની કલ્પના પણ નહોતી કરી. રોહિત શર્માનો કેચને તેણે અદભૂત સિદ્ધિ ગણાવ્યો હતો. સ્ટેડિયમમાં 90 હજારથી વધુ દર્શકોની હાજરીમાં આવી વિનીંગ ઇનિંગ રમવી એ જીવનની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે, એમ હેડે જણાવ્યું હતું.
ટ્રેવિસ હેડે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે આજે શું હાંસલ કર્યું છે તે શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી. આ સૌથી મોટી સિદ્ધિ છે. ભારત આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું રમ્યું, પરંતુ તમે જાણો છો કે જો તમે તમારું શ્રેષ્ઠ ક્રિકેટ રમો છો તો તમે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવો છો.
Not sportmenship statement by traver hed