Video: જયસ્વાલ કેક ખવડાવવા ગયો, તો રોહિત શર્માએ આવું કહીને કરી ઇનકાર દીધો

વિશાખાપટ્ટનમ: ગઈ કાલે વિશાખાપટ્ટનમમાં રમયેલી ODI મેચમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી. મેચ જીત્ય બાદ ભારતીય ટીમ હોટલ પહોંચી ત્યારે જીતની ઉજવણી માટે કેક રાખવા આવી હતી, યશસ્વી જયસ્વાલ જ્યારે બધાને કેક ખવડાવી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ કેક ખાવાનો ઇનકાર કર્યો, સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
વિડીયોમાં જોવા મળે છે કે ભારતીય ટીમના ખેલાડીઓ હોટેલમાં પ્રવેસી રહ્યા છે, સામે ટેબલ પર કેક રાખવામાં આવી છે. વિરાટ કોહલી વિશાખાપટ્ટનમ ODI મેચના સેન્ચ્યુરન યશસ્વી જયસ્વાલને નાઈફ સોંપે છે અને કેક કાપવા કહે છે.
યશસ્વી જયસ્વાલ કેક કાપીને એક ટુકડો વિરાટને ખવડાવે છે, પરંતુ ત્યાર બાદ તે જયારે રોહિત શર્માએ કેક ખવડાવવા આગળ વધે છે, ત્યારે રોહિત શર્માએ ઇનકાર કરે છે, આ દરમિયાન રોહિત કહેતો સંભાળવા મળે છે કે ‘મોટા હો જાઉંગા’ અને તે હસતા ચહેરે નીકળી જાય છે.
ડાયેટ પ્રત્યે શિસ્તબદ્ધ:
નોંધનીય છે કે વિરાટ તેના ડાયટ પ્લાનનું શિસ્તબદ્ધ પાલન કરવા માટે જાણીતો છે, છતાં તેણે કેકનો નાનકડો ટુકડો ખાધો. પરંતુ રોહિતે કેક ચાખવાનો પણ ઇનકા ર્ક્યો, જે દર્શાવે છે કે તે ડાયેટ પ્રત્યે કેટલો શિસ્તબદ્ધ થઈ ગયો છે.
Virat Kohli – Abe khale cake (eat the cake).
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2025
Rohit Sharma – Nahi, mota hojauga (no, I’ll get fat). pic.twitter.com/uilgNUZw70
રોહિતે ફોર્મ સાબિત કર્યું:
તાજેતરમાં રોહિતે 10 કિલોથી વધુ વજન ઘટાડ્યો હતો અને ફિટનેસમાં સુધારો કર્યો હતો. તે તેના ફેવરીટ ફાસ્ટફૂડ વડાપાંઉથી પણ દૂર રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ODI મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાંચીમાં રમાયેલી પહેલી મેચમાં તેણે 51 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી, રાયપુરમાં રમાયેલી મેચમાં તે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો, વિશાખાપટ્ટનમમાં રમાયેલી નિર્ણાયક ત્રીજી મેચમાં તેણે 73 બોલમાં મહત્વપૂર્ણ 75 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો…કિંગ કોહલીનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ; આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો



