સ્પોર્ટસ

Rohit Sharmaએ પત્ની Ritika Sharma માટે કરી આવી પોસ્ટ, લોકોએ કહ્યું…

Indian Cricket Team’s Captain Rohit Sharmaએ પત્ની Ritika Sharma માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જે તૂફાન વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ જોઈને યુઝર્સ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં… હાલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ દિવસની ટેસ્ટ મેચ રમી છે અને આ ટેસ્ટ વચ્ચે રોહિત શર્માએ પત્ની રિતિકા શર્મા માટે એક પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. રોહિત શર્માએ પોતાના એકાઉન્ટ પર એક પોસ્ટ કર્યો છે, જેમાં તેની સાથે તેની પત્ની રિતિકા પણ સાથે જોવા મળી રહી છે. રોહિતે આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે હમેશાં મારો સાથ અને સાઈડ લેતી મારી પત્ની… આની સાથે સાથે જ તેણે હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કરી છે.

રોહિતની આ પોસ્ટ પર ફેન્સ ભરભરીને કમેન્ટ અને લાઈકસ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સમજી રહ્યા છો ને ભાઈ આવું કેમ કહી રહ્યા છે?

વાત જાણે એમ છે કે હાલમાં જ થોડાક સમય પહેલાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ રોહિત શર્મા પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી એ મુદ્દે ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેને કારણે રિતિકા શર્મા ગુસ્સે ભરાઈ હતી અને તેણે એ જ પોડકાસ્ટની નીચે જ કમેન્ટ કરી હતી કે આમાં ઘણી બધી વાતો ખોટી છે.જોકે આ વીડિયોની સાથે સાથે કમેન્ટ પણ ડિલીટ થઈ ગઈ છે.

આઈપીએલ-2 024માં ઘણા બધા ફેરફારો જોવા મળવાના છે. મુંબઈ ઈન્ડિયન્સે તો પોતાના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. ત્યાર બાદથી જ લોકો સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણય બાદ ફેન્સમાં જાતજાતની વાતો અને ચર્ચાઓ ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટ્રોફી જીતી ચૂકી છે જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઈટન્સ પણ બે વખત ટાઈટલ જીતી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button