સ્પોર્ટસ

‘બચ્ચે કો બીચ મેં મત લાઓ…’ મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ બેદરકાર માતાપિતાને ઠપકો આપ્યો, જાણો કેમ

મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ODI મેચ રમવા માટે ભારતીય પુરષ ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટર રોહિત શર્મા વડોદરા પહોંચી ગયો છે. મુંબઈ એરપોર્ટથી વડોદરા માટે રવાના થયો હતો એ સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે નાની બાળકીને એકલી છોડી દેવા બદલ માતા-પિતાને ઠપકો આપતો દેખાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રોહિતના વખાણ કરી રહ્યા છે.

વિડીયોમાં જોવા મળે છે કે રોહિત શર્મા એરપોર્ટમાં પ્રવેશવા માટે કારમાંથી નીચે ઉતરે છે, આ સાથે જ ત્યાં હાજર ચાહકોનો ટોળું તેને ઘેરી વળે છે અને સેલ્ફી-ઓટોગ્રાફ પડાપડી કરવા લાગે છે. આ દરમિયાન અચાનક રોહિતના પગ આગળ એક નાની બાળકી આવીને ઉભી રહી જાય છે, રોહિત તરત રોકાઈ ગયો અને બાળકી સાથે અથડાતા બચ્યો.

રોહિતે શું કહ્યું?

આ દરમિયાન રોહિત શર્મા બાળકીની ભીડવચ્ચે આમ એકલી છોડી દેતા મા-બાપ સામે નારાજગી વ્યક્ત કરી, બાળકી સુરક્ષિત રીતે પરત પહોંચાડ્યા બાદ તેણે બાળકીના માતાપિતાને આ બેદરકારી બદલ ઠપકો પાયો.

વિડીયોમાં રોહિત કહેતો સંભાળવા મળે છે કે, “ઐસે બચે કો બીચ મેં મત લાઓ, ક્યા કર રહે હો યાર, ગલત કરતા હો યાર.”

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ચાહકો રોહિતના વખાણ કરી રહ્યા છે. જોકે, હજુ એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે બાળકી ભૂલથી રસ્તામાં આવી ગઈ હતી કે રોહિત સાથે ફોટો પડાવવા માતા-પિતાએ બાળકીએ આગળ કરી હતી.

રોહિત હવે વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી ODI મેચમાં રમતો જોવા મળશે. દર્શકોને આશા છે તે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખે અને આ સિરીઝમાં પણ મોટી ઇનિંગ્સ રમે અને ભારતને જીત અપાવે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button