મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશ થયા બાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ કારમી હાર મળી. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા બેટર તરીકે અને કેપ્ટન તરીકે નિષ્ફળ(Rohit Sharma Form) રહ્યો. સિડનીમાં રમાયેલી મેચ રોહિત શર્માએ ડ્રોપ લઇ સૌને ચોંકાવી દીધા હતાં, એ સમયે એવી અટકળો હતી કે આ મેચ બાદ તે નિવૃત્તિ જાહેર કરશે, જો કે એવું થયું નહીં. જો કે હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે, રોહિતે નિવૃત્તિનો નિર્ણય લઇ લીધો હતો.
આ કારણે બદલ્યો નિર્ણય:
અહેવાલ મુજબ રોહિતે મેલબોર્નમાં રમાયેલી સિરીઝની ચોથી ટેસ્ટ મેચ બાદ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ કેટલાક અંગત લોકોની સહાલને કારણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રોહિતે સિડની ટેસ્ટમાંથી ડ્રોપ લીધો પરંતુ મેચના બીજા દિવસે, રોહિતે એક ઇન્ટરવ્યુ આપ્યું જેમાં તેણે કહ્યું કે તેણે ટીમના હિતમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવાનો નિર્ણય લીધો છે અને તે નિવૃત્તિ લઈ રહ્યો નથી.
તાજેતરના અહેવાલમાં એવો પણ દવાઓ કરવમાં આવ્યો રોહિત શર્માએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો એ હેડ કોચ ગૌતમ ગંભીરને પસંદ નથી પડ્યું.
અહેવાલમાં દાવો:
રીપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, રોહિત શર્માએ મેલબોર્ન ટેસ્ટ પછી મન બનાવી લીધું હતું. જો રોહિતના શુભેચ્છકોએ તેને પોતાનો વિચાર બદલવા માટે દબાણ ન કર્યું હોત, તો આપણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર આર અશ્વિન બાદ બીજા એક દિગ્ગજ ખેલાડીની નિવૃત્તિ જોઈ હોત.
રોહિતે મેચ બાદ શું કહ્યું હતું:
રોહિત શર્માએ સિડની ટેસ્ટબાદ કહ્યું હતું, ‘મને ખબર નથી કે આગામી 5 મહિનામાં કે 2 મહિનામાં શું થશે? મારું ધ્યાન ફક્ત વર્તમાન પર છે, કારણ કે હું બેટિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો નથી, તેથી મેં ટીમના હિતમાં પોતાને પ્લેઇંગ-11થી બહાર રહેવાનો નિર્ણય લીધો.’
રોહિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે નિવૃત્તિ લઈ રહ્યા નથી અને એવી આશા પણ વ્યક્ત કરી કે જીવન દરરોજ બદલાય છે, કદાચ તેનું ફોર્મ પણ બદલાશે.
Read This Also…`નવા મલિન્ગા’ સહિતના શ્રીલંકન બોલર્સે ન્યૂ ઝીલૅન્ડને ક્લીન-સ્વીપ ન કરવા દીધી…
હવે ઇન્ડિયન ક્રિકેટ ટીમ છ મહિના બાદ ટેસ્ટ મેચ રમશે, જુન મહિનામાં ટીમ ઇન્ડિયા 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઇંગ્લેન્ડ જશે.