T20 world Cup સેરેમની દરમિયાન રોહિતનો મજેદાર અંદાજ; સુર્યાને આપી આવી સલાહ, જુઓ વિડીયો

મુંબઈ: ક્રિકેટ ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ગઈકાલથી શરૂઆત થઇ ગઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પીયન ભારત અને યુએસએની મેચ પહેલા, સત્તાવાર ઓપનીંગ સેરેમની યોજવામાં આવી. આ દરમિયાન ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હાજર રહ્યો હતો, મેચ પહેલા તે ગ્રાઉન્ડ પર ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ગઈ કાલે T20 વર્લ્ડ કપ 2026 ની સત્તાવાર ઓપનીંગ સેરેમની દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં દર્શકો ઉમટી પડ્યા હતાં. સૌની નજર ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પર હતી. હાજર દર્શકોએ રોહિતનું ઉભા થઈને તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું અને “મુંબઈ ચા રાજા” ના નારા લગાવ્યા.
આપણ વાચો: માત્ર ₹100માં સ્ટેડિયમમાં બેસીને T20 વર્લ્ડ કપની મેચ જોઈ શકાશે, જાણો ટિકિટના ભાવ
રોહિત શર્મા ભાવુક થઈ ગયો:
આ દરમિયાન રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો, ICCએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર રોહિતનો વિડીયો શેર કર્યો છે. રોહિત મેદાન પર ઉભા રહીને કહી રહ્યો છે, “અજીબ લગ રહા હૈ ઇધર. વહા સે ઇધર અજીબ લગ રહા હૈ.”
મુંબઈમાં ક્રિકેટ રમવા અંગે તેણે કહ્યું, “અહીંયા હમેશા સારું લાગે છે, લોકો અહીં ક્રિકેટને પ્રેમ કરે છે. મુંબઈની ઉર્જા, ક્યારેય નિરાશ નથી કરતી.”
વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ગઈ કાલે તેણે કહ્યું, “મને હજુ પણ મેદાનની આ બાજુ રહેવાની આદત નથી.”
આપણ વાચો: અમદાવાદમાં યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપ ક્રિકેટની પ્રથમ મેચ, ફાઈનલ મેચનું સ્થળ પણ નક્કી…
સુર્યાને આપી આવી સલાહ:
વિડીયોમાં જોવા મળે છે કે ટોસ પહેલા ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ દોડીને રોહિત પાસે સલાહ માંગવા આવે છે પૂછે છે, “જલ્દી બોલો બેટિંગ કરું યા બોલિંગ?”
રોહિત શર્માએ ચહેરા પર સ્માઈલ સાથે કહે છે, “ફિલ્ડિંગ કર, પાગલ હૈ ક્યા?”
ત્યાર બાદ રોહિત ભારતીય ટીમના અન્ય ખેલાડીઓને ગળે મળીને શુભેચ્છા પાઠવતો દેખાઈ છે.



