સ્પોર્ટસ

વર્લ્ડ ચેમ્પિયન કૅપ્ટન વિદેશમાં ફેમિલી સાથે વેકેશન માણી રહ્યો છે

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ ચેમ્પિયન કૅપ્ટન ‘હિટમૅન’ રોહિત શર્મા શ્રીલંકામાં ઓગસ્ટમાં રમાનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પહેલાં પોતાને ‘રિચાર્જ’ કરવાના હેતુથી પરિવાર સાથે વિદેશના પ્રવાસમાં મોજ માણી રહ્યો છે. તે પત્ની રિતિકા, પુત્રી સમાઈરા અને સાળા સાથે આ ટૂર પર ગયો છે.

રોહિત માટે આ વેકેશન સર્વશ્રેષ્ઠ હોઈ શકે, કારણકે તે હવે વર્લ્ડ ચેમ્પિયન કૅપ્ટન છે અને ટી-20 ઇન્ટરનૅશનલ ફોર્મેટમાંથી રિટાયર થયા બાદ હવે તે માનસિક રીતે ઘણો હળવો થઈ ગયો છે.

આ પન વાચો : રોહિત શર્મા કોને ગુરુ માને છે? રિષભ પંત હંમેશાં કોને ફૉલો કરે છે?

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર આ ટ્રિપની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. વિશ્વ વિજેતા બન્યા પછી ફેમિલી સાથેની તેની આ પહેલી જ ટ્રિપ છે.

રોહિત તાજેતરમાં જ પહેલી વાર વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ જોવા લંડનમાં હતો. ત્યારથી જ તે યુરોપના પ્રવાસે છે.
ભારતીય ટીમ શ્રીલંકામાં બીજી ઓગસ્ટે રોહિતના સુકાનમાં વન-ડે શ્રેણી રમે એ પહેલાં ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમશે.

હેડ-કોચ બન્યા પછી ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયા સાથેની આ પહેલી સિરીઝ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button