રોહિત શર્માએ ખરીદી નવી ટેસ્લા કાર, જાણો નંબર પ્લેટનું સિક્રેટ? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

રોહિત શર્માએ ખરીદી નવી ટેસ્લા કાર, જાણો નંબર પ્લેટનું સિક્રેટ?

મુંબઈ: ક્રિકેટના મેદાન પર સિક્સર ફટકારવા માટે જાણીતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ દિવાળી પહેલા પોતાનું કાર કલેક્શન વધાર્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની વધતી લોકપ્રિયતા વચ્ચે હિટમેન રોહિત શર્માએ તાજેતરમાં લક્ઝરી ઇલેક્ટ્રિક SUV ટેસ્લા મોડેલ Y RWD સ્ટાન્ડર્ડ રેન્જ વેરિઅન્ટ ખરીદી છે. આ કારની કિંમત અને ખાસિયત શું છે? આવો જાણીએ.

રોહિત શર્માની નવી કારમાં કેવી સુવિધાઓ છે?

રોહિત શર્માએ ખરીદેલી Tesla Model Y કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 67.89 લાખ છે. આ નવી ઇલેક્ટ્રિક SUVમાં 75 kWhનું બેટરી પેક છે, જે એક જ ચાર્જ પર 622 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. આ રીઅર-વ્હીલ ડ્રાઇવ (RWD) મોડેલની મોટર 220 kW પાવર આપે છે, જે 295 bhp પાવર અને 420 Nm ટોર્ક જનરેટ કરે છે.

ટેસ્લા મોડેલ Y આધુનિક ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર છે. તેમાં 15.4-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, ઓલ-એલઇડી લાઇટ્સ, હીટેડ અને વેન્ટિલેટેડ સીટ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ અને 9-સ્પીકર પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ છે. સલામતી માટે ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ અને બ્લાઇન્ડ કોલિઝન વોર્નિંગ જેવી સુવિધાઓ તેને વધુ ખાસ બનાવે છે.

રોહિત શર્માની નવી કારની નંબર પ્લેટનું રહસ્ચ

રોહિત શર્માએ પોતાની આ ટેસ્લા કારની લાઇસન્સ પ્લેટને પણ ખાસ બનાવી છે. કારનો નંબર 3015 છે. આ નંબરનો તેમના પરિવાર સાથે ઊંડો સંબંધ છે. આ નંબરમાં રોહિત શર્માની પુત્રી અને પુત્રના જન્મદિવસનું જોડાણ જોવા મળે છે. રોહિત શર્માની પુત્રીનો જન્મદિવસ 30 ડિસેમ્બર અને પુત્રનો જન્મદિવસ 15 નવેમ્બરે આવે છે. આ બંને અંકોનું જોડાણ કરીને 3015 નંબર રોહિત શર્માએ પસંદ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માનું ગેરેજ પહેલેથી જ લક્ઝરી કારથી ભરેલું છે, જેમાં લેમ્બોર્ગિની ઉરુસ SE, રેન્જ રોવર HSE લોંગ વ્હીલબેઝ, મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ અને BMW M5 જેવી સુપરકારનો સમાવેશ થાય છે. જેમાં હવે Tesla Model Y કારનો પણ ઉમેરો થઈ ગયો છે.

આપણ વાંચો : સેહવાગની પત્ની વિશે ઉડી છે એક અફવા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button