IPL 2024સ્પોર્ટસ

ફાઈનલ પહેલા રોહિત શર્માની ચિંતા વધી, જાણો કારણ

અમદાવાદઃ વર્લ્ડ કપ હોય કે કોઈપણ મેચ, મેચ પહેલાનો ઈતિહાસ પરિણામને પ્રભાવિત કરતો નથી, પરંતુ તે ચોક્કસપણે સંકેત આપે છે કે મેચમાં શું થઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ODI ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે છે. એવા સમયે બંને ટીમનો ઈતિહાસ અને બંને વચ્ચેની મેચોના આંકડા ભારતની તરફેણમાં છે, પરંતુ સાથે જ બતાવે છે કે ખતરો પણ છે.

ગત વર્લ્ડ કપ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 13 મેચ રમાઈ હતી જેમાંથી દસ ભારતમાં રમાઈ હતી. ભારતમાં રમાયેલી દસમાંથી સાત મેચ ભારતે જીતી છે એ હકીકત ચોક્કસપણે આત્મવિશ્વાસ વધારનારી છે. આટલું જ નહીં ભારતે વર્લ્ડ કપમાં છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત પાસે ટોપ રેન્કિંગ ધરાવતા મુખ્ય સાત બેટ્સમેનમાંથી ત્રણ વિરાટ કોહલી (711), રોહિત શર્મા (550) અને શ્રેયસ અય્યર (526) છે. તે જ સમયે, ટોચના સાતમાં સામેલ ડેવિડ વોર્નર (528) છઠ્ઠા સ્થાને છે. બોલરોની યાદીમાં મોહમ્મદ શમી (23) ટોચ પર છે, જ્યારે જસપ્રિત બુમરાહ (18) ચોથા સ્થાને છે.


હવે આ ઈતિહાસ સુખદ હોવા છતાં ખતરનાક પણ છે. ઓસ્ટ્રેલિયા સાત વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે, પાંચ વખત ફાઇનલમાં જીત્યું છે. 1975 અને 1996 સિવાય તેઓ ક્યારેય ફાઇનલમાં હાર્યા નથી. આનો અર્થ એ છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં તેમની સફળતાનો દર 71 ટકા છે. ભારત ત્રણ વર્લ્ડ કપ ફાઇનલમાં રમ્યું છે, જેમાંથી 1983 અને 2011માં જીત્યું હતું, પરંતુ 2003માં હાર્યું હતું. એટલે કે સફળતાની ટકાવારી 67 ટકા છે.


ભારત અને ઓસ્ટ્રેલિયામાં માત્ર એક જ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાયા હતા. તે 2003 ટુર્નામેન્ટમાં થયું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ભારતને 122 રનથી હરાવ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા છેલ્લા 27 વર્ષમાં એક પણ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યું નથી. આ આંકડા કડી ટક્કર દર્શાવે છે. ખરેખર શું થશે તેનો જવાબ રવિવારે જ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button