IND Vs ENG: Captain Rohit Sharma કેમ ગુસ્સે ભરાયો? આપ્યું આવું રિએક્શન…

Team India Rohit Sharma પોતાની બેટિંગ અને કેપ્ટનશિપ સિવાય મેદાન પર અને મેદાન બહાર પોતાની પ્રતિક્રિયા માટે પણ એકદમ ફેમસ છે, પછી એ ફિલ્ડરોને આપવામાં આવેલી કોઈ એડવાઈઝને કારણે હોય કે સામેની ટીમના બેટ્સમેનને આપવામાં આવેલા રિએક્શનને કારણે હોય.. રોહિત હંમેશા જ કેમેરામેનના ફોકસ મોડમાં રહે છે.
આવું જ કંઈક ફરી પાછું આજે જોવા મળ્યું હતું. Rohit Sharmaએ રાંચીમાં IND Vs ENGની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કર્યું હતું કે તે ફરી વખત લાઈમલાઈટમાં આવી ગયો હતો. સોશિયલ મીડિયા પર ફરી એક વખત Rohit Sharmaનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કર્યું રોહિતે…
વાત જાણે એમ છે કે Ravindra Jadejaના બોલ પર ટીમ ઈન્ડિયાએ રૂટની વિરુદ્ધ રિવ્યુ લીધો હતો. થર્ડ અમ્પાયરે રૂટને LBW નોટ આઉટ આપ્યું. હવે બધા ખેલાડીઓ રિપ્લેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ મેચ પ્રોડક્શન સતત Rohit Sharmaનો ફેસ મોટી સ્ક્રીન પર દેખાડી રહ્યા હતા. આ જોઈ જોઈને Rohit Sharma ગુસ્સે ભરાયો હતો અને મેદાન પર ઈશારો કરતાં જણાવ્યું હતું કે બિગ સ્ક્રીન મારું મોઢું દેખાડવાને બદલે રીપ્લે દેખાડો…
જોકે, Rohit Sharma સાથે આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ દરમિયાન પણ એક રિવ્યુ વખતે કેમેરામેને એના પર જ ફોકસ કર્યું હતું અને એ સમયે પણ Rohit Sharmaએ આવી જ પ્રતિક્રિયા આપી હતી.
રાંચી રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના રિવ્યુની વાત કરીએ તો થર્ડ અમ્પાયરે રૂટને નોટ આઉટ આપ્યું હતું. રાંચી ટેસ્ટમાં રૂટ અને ફોક્સે તો ધૂઆંધાર બેટિંગ કરી હતી પરંતુ ટીમનો ટોપ ઓર્ડર લંચ પહેલાં જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. લંચ સુધીમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.