સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોની ઑસ્ટ્રેલિયામાં ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટ પૂરી થશે ત્યાર બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ભારતની મર્યાદિત ઓવરો માટેની બે સિરીઝ રમાશે અને એમાં કેટલાક નવા ખેલાડીઓ જોવા મળી શકે તેમ જ જૂના જોગીઓની ગેરહાજરી પણ હોઈ શકે એમ છે.

ખાસ કરીને બ્રિટિશરો સામેની વન-ડે સિરીઝમાં પીઢ બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમ જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મોટા ભાગે નહીં જોવા મળે એવું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે.

ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાશે જેમાં ભારતની મૅચો દુબઈમાં રમાશે. એ ટૂર્નામેન્ટ પહેલાં ભારતની આખરી વન-ડે સિરીઝ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની હશે.

આપણ વાંચો: રોહિતસેનાનો રકાસ, ભારતીયો શ્રીલંકા સામે 27 વર્ષે વન-ડે સિરીઝ હાર્યા

રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે એટલે આગામી મહિનાઓમાં માત્ર વન-ડે રમતા જોવા મળશે. જોકે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં તેઓ જોવા મળશે કે કેમ એમાં શંકા છે.

એક જાણીતી વેબસાઇટે જાણકાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે `રોહિત, વિરાટ અને બુમરાહની ત્રિપુટી વર્ક-લૉડને લીધે ઇંગ્લૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝમાં કદાચ નહીં જોવા મળે.’

આપણ વાંચો: ભારત સામે શ્રીલંકા 27 વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું: આજે અંતિમ મૅચ

આ અહેવાલ વિશે સત્તાવાર રીતે કંઈ જ નથી કહેવાયું, પરંતુ ખાસ કરીને બુમરાહ પર જબરદસ્ત વર્ક-લૉડ છે જ. માર્ચ-મેમાં આઇપીએલ રમાશે એટલે સ્વાભાવિક છે કે કેટલાક ખેલાડીઓ એ પહેલાંની અમુક આંતરરાષ્ટ્રીય મૅચો છોડીને આઇપીએલ માટે પૂરા ફિટ રહેવાનું પસંદ કરર્શેીં

વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીએ શરૂ થશે. એ પહેલાં ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે બાવીસમી જાન્યુઆરીથી ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટી-20 સિરીઝ અને પછી ત્રણ મૅચની વન-ડે શ્રેણી રમશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button