‘રોહિત અને કોહલી, તમે બન્ને રિટાયર…’ ક્રિકેટપ્રેમીઓ જબરદસ્ત ગુસ્સામાં છે…
મુંબઈ: ગયા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમ પહેલાં તો 36 વર્ષમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ રહી, ત્યાર બાદ ભારતમાં પહેલી જ વખત ટેસ્ટ-સિરીઝ જીતવામાં પણ તેમણે સફળતા મેળવી અને હવે કિવીઓએ ભારતનો 3-0થી વાઇટ-વૉશ કરી નાખ્યો. સોશિયલ મીડિયામાં ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓનો ગુસ્સો બેકાબૂ થઈ ગયો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી, બન્નેએ હવે રિટાયર થઈ જવું જોઈએ એવી માગણી તેઓ કરી રહ્યા છે.
વાનખેડેમાં ભારતીય ટીમ ટી-20 મૅચમાં ફિટ બેસે અથવા એનાથી પણ ઓછો કહેવાય એવો 147 રનનો લક્ષ્યાંક પણ ન મેળવી શક્યા. રોહિત શર્મા ઍન્ડ કંપનીનો 121 રનમાં વીંટો વળી ગયો અને ટૉમ લેથમની ટીમ પચીસ રનથી જીતી ગઈ.
ઘરઆંગણે ભારત પહેલી જ વખત ત્રણ કે વધુ મૅચની ટેસ્ટ-સિરીઝમાં વાઇટ-વૉશનો શિકાર થયું છે.
આ પણ વાંચો: 92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘરઆંગણે ભારતની સૌથી મોટી નામોશી
ભારતીય ક્રિકેટના ફૅન્સે મીડિયામાં સૌથી વધુ રોહિત અને કોહલીને નિશાન બનાવ્યા છે. આ બન્ને દિગ્ગજોને તેમણે નિવૃત્તિ લઈ લેવાની સલાહ આપી છે.
એક્સ (ટવિટર) પર આશિષ નામના ક્રિકેટલવરે ભારતીય ક્રિકેટપ્રેમીઓ વતી લખ્યું છે, ‘અમે ઇચ્છીએ છીએ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે રિટાયર થઈ જાય. આ કચરો છે. તમે આ ટવીટને લાઇક કરશો તો હું તમને 1,000 રૂપિયા આપીશ.’
જડ્ડુ નામના ક્રિકેટપ્રેમીએ એકસ પર લખ્યું છે, ‘શું કોહલી અને રોહિતે હવે રિટાયર થઈ જવું જોઈએ? સંમત થાઓ તો આ ટવીટને લાઇક કરજો.’
Should Kohli and Rohit retire? If you agree, like the tweet. #INDvNZ #RohitSharma #ViratKohli #Whitewash pic.twitter.com/qcCz1IZkte
— ̷R̷̷o̷̷h̷a̷a̷̷n̷ (@Dr_Rohaan) November 3, 2024
એક યુઝરે લખ્યું છે, ‘આ સિરીઝમાં કુલ મળીને છ ઇનિંગ્સમાં રોહિતે 91 રન બનાવ્યા, જ્યારે કોહલીએ 93 રન બનાવ્યા. છ ઇનિંગ્સમાં તેઓ સેન્ચુરી પણ ન ફટકારી શક્યા.