Champions Trophyમાં રોહિત અને વિરાટની થશે ‘અગ્નિપરીક્ષા’, નિષ્ફળ રહ્યા તો…

આવતીકાલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (ICC Champions Trophy 2025) થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીને ODI વર્લ્ડ કપ બાદ સૌથી મહત્વની ટૂર્નામેન્ટ માનવામાં આવે છે.
આ ટૂર્નામેન્ટના ટાઇટલ માટે 8 ટીમો રમશે. આવતી કાલે 19 ફેબ્રુઆરીના રોજ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. આગામી ત્રણ અઠવાડિયા સુધી ટુર્નામેન્ટ ચાલશે. ભારતીય ટીમની બધી મેચ દુબઈમાં રમાશે.
કારકિર્દી અંતિમ તબક્કામાં
આ ટુર્નામેન્ટમાં દરેક ટીમના ખેલાડીની ખરી પરીક્ષા થશે. આ દરમિયાન ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર સૌની નજર રહેશે, કેમ કે બંને ખેલાડીઓ તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે.
આપણ વાંચો: ગુડ ન્યૂઝ…ક્રિકેટરોના પરિવારોને ચેમ્પિયન્સ ટ્રોફીની એક મૅચ જોવાની છૂટ?
એવી પણ અટકળો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ બંને ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરશે. આવી સ્થિતિમાં, બંને ખેલાડીઓ એવું ઈચ્છતા હશે કે તેઓ વિજય સાથે વિદાય લે.
પ્રદર્શન સારું નહીં કર્યું તો ટેસ્ટમાંથી જશે
બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. જો બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય પર પણ અસર પડી શકે છે.
જૂનમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવાની છે, સિલેક્ટર્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બંને ખેલાડીઓના પ્રદર્શનને આધારે વિચાર કરી શકે છે.
આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં…
ગૌતમ ગંભીરની પણ પરીક્ષા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નિષ્ફળતા મળે તો દોષ કોચ ગૌતમ ગંભીર પર પણ આવી શકે છે. ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સામે મળેલી હારને કારણે તેમની કોચિંગની ક્ષમતા સવાલો ઉઠ્યા છે. જો કે ઇંગ્લેન્ડ સામેની T20 અને ODI સિરીઝમાં ટીમના સારા પ્રદર્શનને કારણે ગંભીરને થોડી રાહત મળી છે.
ટૂર્નામેન્ટનો ખિતાબ માટે ભારતીય ટીમ મજબૂત દાવેદાર છે, પરંતુ ગમે ત્યારે સમીકરણને બગડી શકે છે, જેવું 2023ના ODI વર્લ્ડ કપ ફાઇનલમાં થયું હતું. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી, ભારતીય ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી