Hitman Rohit Sharmaની સલાહથી બચી ગયો Teamનો આ ખિલાડી…
ગઈકાલે ધરમશાલા ખાતે IND Vs ENGની પાંચમી ટેસ્ટ સિરીઝ જિતીને ટીમ ઈન્ડિયાએ 4-1થી સિરીઝ પોતાને નામે કરી હતી. પરંતુ મેચના ત્રીજા દિવસે કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharmaની એક સલાહથી ટીમના સ્ટાર બેટ્સમેન Sarfaraz Khan પીટ પર ગંભીર ઈજાનો ભોગ થતાં થતાં રહી ગયો હતો. આવો જોઈએ શું છે આખી ઘટના…
એમાં થયું એવું કે ધરમશાલા ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પણ ઈંગ્લેન્ડની ટીમનો ખેલાડી શોએબ બશીર બેટિંગ કરવા આવ્યો ત્યારે કુલદીપ યાદવની 38મી ઓવરમાં જોરદાર શોર્ટ માર્યો હતો. આ સમયે સરફરાઝ ખાન શોર્ટ લેગ પર ફિલ્ડિંગ માટે ઊભો હતો અને શોટ એટલો જોરદાર હતો કે સરફરાઝ પોતાની જાતને બચાવે એ પહેલાં જ બોલ તેની હેલ્મેટ પર જોરથી વાગ્યો હતો. પણ હેલ્મેટને કારણે સરફરાઝ બચી ગયો હતો અને તેને ઈજા નહોતી થઈ.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એવું કહી રહ્યા છે કે કદાચ સરફરાઝ ખાનને રાંચીમાં રોહિત શર્માએ આપેલી સલાહ યાદ આવી હશે અને એટલે જ તે હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરવા ઉતર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જ્યારે રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી એ સમયે પણ સરફરાજ હેલ્મેટ પહેર્યા વગર ફિલ્ડિંગ કરવા ઉતર્યો હતો અને ત્યારે રોહિતે તેને ‘હીરો નહીં બનને કા’ હતી. કેપ્ટન રોહિત શર્માએ આ લાઈન સરફરાઝ ખાનને કહી હતી અને તેની આ સલાહ જ ધર્મશાલામાં સરફરાઝ માટે વરદાનરૂપ સાબિત થયા હતા.
રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં જ્યારે સરફરાઝ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. આવી સ્થિતિમાં રોહિત શર્માએ તરત જ સરફરાઝને કહ્યું કે, “એ ભાઈ હીરો નહીં બનને કા, હેલ્મેટ પહેરીને આવ.” આ પછી તેણે હેલ્મેટ પહેર્યું હતું. રોહિતભાઈની આ વાતને ધ્યાનમાં લઈને ધરમશાલા ખાતે સરફરાઝ હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરવા ઉતર્યો હતો જેને કારણે તે એક્સિડન્ટમાંથી બચી ગયો હતો.