સ્પોર્ટસ

રોહિત 134 રન બનાવશે એટલે સચિનથી આગળ અને કોહલી પછી બીજા નંબરે…

નવી દિલ્હીઃ આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ કરશે અને રોહિત શર્મા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયો હોવાથી એમાં રમતો નહીં જોવા મળે, પરંતુ ત્યાર બાદ છઠ્ઠી ફેબ્રુઆરીએ બ્રિટિશરો સામે જે વન-ડે શ્રેણી શરૂ થશે ત્યારથી તે મેદાન પર ફરી જોવા મળશે અને એ સિરીઝમાં તેને એક મોટી સિદ્ધિ મેળવવાની તક મળશે.

આ પણ વાંચો : મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો આ કરોડપતિ હસીનાનો સાથ…

રાઇટ-હૅન્ડ બૅટર રોહિત શર્માના વન-ડેમાં 10,866 રન છે અને તે બીજા 134 રન બનાવશે એટલે 11,000 રન પૂરા કરશે અને આ સિદ્ધિ મેળવનાર સેક્નડ-ફાસ્ટેસ્ટ બૅટર બનશે. તેણે 257 ઇનિંગ્સમાં 10,866 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 222 ઇનિંગ્સમાં 11,000 રન પૂરા કરવા બદલ ફાસ્ટેસ્ટ બૅટર બન્યો છે.

સચિન તેન્ડુલકરે 276 ઇનિંગ્સમાં 11,000 રન બનાવ્યા હતા એટલે રોહિત તેના કરતાં આગળ થશે એની પાકી સંભાવના છે. તે આગામી 18 વન-ડે ઇનિંગ્સમાં 134 રન બનાવશે તો 11,000 રન બનાવનાર વિરાટ પછીનો સેક્નડ-ફાસ્ટેસ્ટ બૅટર કહેવાશે. વિરાટ કોહલીએ 11,000 રનની સિદ્ધિ 2019ના વન-ડે વર્લ્ડ કપમાં મેળવી હતી.

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ પછી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાશે અને એમાં મોટા ભાગે રોહિતને કૅપ્ટન્સી સોંપાશે. તે સુકાની તરીકે બીજી આઇસીસી ટ્રોફી જીતવા માગે છે. જૂન, 2024માં તેના સુકાનમાં ભારતે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો.

આ પણ વાંચો : યુવરાજની કરીઅર ટૂંકાવી નાખવા માટે ઉથપ્પાએ આ દિગ્ગજને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો…

વન-ડેમાં 11,000 રન સૌથી ઝડપે પૂરા કરનાર ખેલાડીઓ

(1) વિરાટ કોહલી, 222 ઇનિંગ્સમાં 11,000 રન
(2) સચિન તેન્ડુલકર, 276 ઇનિંગ્સમાં 11,000 રન
(3) રિકી પૉન્ટિંગ, 286 ઇનિંગ્સમાં 11,000 રન
(4) સૌરવ ગાંગુલી, 288 ઇનિંગ્સમાં 11,000 રન
(5) જૅક કૅલિસ, 293 ઇનિંગ્સમાં 11,000 રન

નોંધઃ રોહિત શર્માએ 257 ઇનિંગ્સમાં 10,866 રન બનાવ્યા છે અને તે 11,000 રનના આંક સુધી પહોંચવા જરૂરી 134 રન હવે કેટલી વન-ડેમાં બનાવશે એ જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button