સ્પોર્ટસ

એક સમયે રોહિતે ક્રિકેટ છોડી દેવાનો વિચાર કર્યો હતો, આ રીતે નિરાશામાંથી બહાર આવ્યો

ગુરુગ્રામ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો દિગ્ગજ ઓપનર રોહિત શર્મા T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યો છે. છેલ્લા કેટલાક સમયથી એવી પણ અટકળો હતી કે તે ODI માંથી પણ નિવૃત્તિ લઇ શકે છે, પણ હાલમાં જ તેણે સ્પષ્ટ કર્યું છે કે ODI વર્લ્ડ કપ 2027માં રમવા માટે તૈયારી કરી રહ્યો છે, પરંતુ એક સમય એવી આવ્યો હતો કે રોહિતને ક્રિકેટ રમવાનું છોડી દીવાનો વિચાર આવ્યો હતો.

તાજેતરમાં ગુરુગ્રામમાં યોજાયેલી એક ઇવેન્ટ રોહિતે ખુલાસો કર્યો કે ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સામેની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ તે નિરાશામાં ડૂબી ગયો હતો અને નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું.

ફાઈનલમાં હારને કારણે કરોડો દિલ તૂટ્યા:

નોંધનીય છે કે ODI વર્લ્ડ કપ 2023માં રોહિતે ટીમની કેપ્ટનશીપ કરી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમ અજેય રહી હતી. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં સતત નવ મેચમાં જીત મળવી હતી, પરંતુ ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારીને ઓસ્ટ્રેલિયને જીત અપાવી હતી. જેને કારણે કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા હતાં. આ સમયે ટીમના કેપ્ટનના દુઃખનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

રોહિત સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો

તાજેતરના ઈન્ટરવ્યુંમાં રોહિતે કહ્યું, “2023 વર્લ્ડ કપની ફાઇનલ મેચ બાદ, હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. મને હવે આ રમત રમવાની ઈચ્છા થતી ન હતી કેમ કે મને એવું લાગતું હતું કે મારું બધું જ છીનવાઈ ગયું છે અને મને લાગતું હતું કે મારી પાસે કંઈ બચ્યું નથી. ટીમનો દરેક સભ્ય ખૂબ જ નિરાશ હતો અને જે થયું એના પર અમને વિશ્વાસ જ ન આવતો ન હતો. મારા માટે વ્યક્તિગત રીતે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો કારણ કે મેં 2022 માં કેપ્ટનશીપ સંભાળી ત્યારથી મેં બધું બધું જ લગાવી દીધું હતું.”

આ રીતે નિરાશામાંથી બહાર આવ્યો:

આ આઘાતમાંથી બહાર આવવા વિષે રોહિતે કહ્યું કે “તેમાંથી બહાર નીકળતા થોડો સમય લાગ્યો અને હું મારી જાતને યાદ અપાવતો રહ્યો કે ક્રિકેટ જ એક એવી વસ્તુ છે જેને હું ખરેખર પ્રેમ કરું છું, હું તેને આટલી સરળતાથી છોડી શકું એમ ન હતું. ધીમે ધીમે, મેં મારો રસ્તો શોધી કાઢ્યો, ઉર્જા પાછી મેળવી અને મેદાન પરત ફર્યો. મારા માટે એ એક મોટો પાઠ હતો કે નિરાશાનો સામનો કેવી રીતે કરવો, ફરીથી સેટ કેવી રીતે થવું અને નવી શરૂઆત કેવી રીતે કરવી.

ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવી:

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં હારના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, રોહિતની આગેવાની હેઠળની ભારતીય ટીમને અમેરિકામાં T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું. નવેમ્બર 2023માં અમદાવાદમાં મળેવી હારનું દુ:ખ હજુ પણ રોહિતને ખટકી રહ્યું છે.

રોહિત 11 જાન્યુઆરી 2026થી ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે શરુ થઇ રહેલી ત્રણ મેચની ODI સિરીઝમાં રમતો જોવા મળશે.

સંબંધિત લેખો

Back to top button