રોહિત-કોહલી રવિવારે તોડશે સચિન-દ્રવિડનો અનોખો રેકૉર્ડ

રાંચીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી રવિવાર, 30મી નવેમ્બરે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં રમવા મેદાન પર ઊતરશે એ સાથે એક ભારતીય વિક્રમ પરથી સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડનું નામ હટી જશે અને રોહિત-કોહલી (Rohit-Kohli)નું નામ લખાઈ જશે.
ભારત વતી જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમવાનો સચિન-દ્રવિડનો વિક્રમ છે. તેઓ જોડીમાં 391 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા હતા. રોહિત-કોહલીની પણ જોડી (Pair)માં અત્યારે 391 મૅચ છે અને રવિવારે તેઓ 392મી મૅચ સાથે ભારતીય રેકૉર્ડ પોતાના કબજામાં લઈ લેશે.

આપણ વાચો: ‘ ફેરવેલ મૅચ થા’ રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો?
રોહિત અને કોહલી રાંચીમાં ભરપૂર પ્રૅક્ટિસ કરી રહ્યા છે. આ સંગીન જોડીએ જ ગયા મહિને ભારતને ઑસ્ટ્રેલિયા સામે વાઇટવૉશથી બચાવ્યું હતું. સિડનીમાં સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં રોહિતે 125 બૉલમાં અણનમ 121 રન કરીને અને કોહલીએ 81 બૉલમાં અણનમ 74 રનના યોગદાન સાથે ભારતને 237 રનનો લક્ષ્યાંક આસાનીથી અપાવી દીધો હતો. તેઓ ટેસ્ટ-ક્રિકેટમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, પણ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં આ બે દિગ્ગજોની ટીમ ઇન્ડિયાને ખૂબ ખોટ વર્તાઈ હતી.
Rohit Sharma and Virat Kohli in batting practice session together at Ranchi.
—⁴⁵ (@rushiii_12) November 27, 2025
RO-KO show comingpic.twitter.com/KmJvTjaTx8
ભારત વતી જોડીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચો રમનારા ખેલાડીઓની રસપ્રદ વિગત આ મુજબ છેઃ
(1) સચિન-દ્રવિડઃ 391 મૅચ (2) રોહિત-વિરાટઃ 391 મૅચ (3) દ્રવિડ-ગાંગુલીઃ 369 મૅચ (4) સચિન-કુંબલેઃ 367 મૅચ (5) સચિન-ગાંગુલીઃ 341 મૅચ (6) કોહલી-જાડેજાઃ 309 મૅચ.



