સ્પોર્ટસ

ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત જ કૅપ્ટન: જય શાહ

રાજકોટ: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે અહીં ટેસ્ટ પહેલાંના સૌરાષ્ટ્ર એસોસિયેશનના સમારોહને સંબોધતા કહ્યું હતું કે જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રોહિત શર્માના સુકાનમાં રમશે. જય શાહે મહેમાનોને સંબોધતા કહ્યું હતું, ‘નવેમ્બરમાં અમદાવાદમાં ભલે આપણી ટીમ ફાઇનલ ન જીતી શકી, પણ આપણી ટીમે લાગલગાટ ૧૦ મૅચ જીતીને સૌના દિલ તો જીતી જ લીધા હતા. હું વચન આપું છું કે ૨૦૨૪ના ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં હમ ભારત કા ઝંડા ગાડેંગે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button