
ધરમશાલાઃ ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે, કારણ કે આગામી બે ટેસ્ટ મેચ રોમાંચક બનશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને લાસ્ટ ટેસ્ટ મેચ સાતમી માર્ચે ધરમશાળામાં રમાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની છેલ્લી મેચ આઠમી માર્ચના ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. અત્યાર સુધીમાં 99 મેચ રમનારા ચાર ક્રિકેટર 100મી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ બનાવશે.
આ બંને ટેસ્ટ મેચનું સૌથી વધુ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, કારણ કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રવિચંદ્રન અશ્વિન, જોની બેયરસ્ટો, કેન વિલિમ્સન અને ટીમ સઉધી જેવા દિગ્ગજ ખેલાડી પોતાની ટેસ્ટ કારકિર્દી પોતાની મહત્ત્વની 100મી ટેસ્ટ મેચ રમશે. વિલિયમ્સન અને સાઉધી ક્રાઈસ્ટચર્ચમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. એટલે બે દિવસમાં ચાર ખેલાડી 100મી ટેસ્ટ રમવાની અભૂતપૂર્વ ઘટના હશે.
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાત કરીએ તો અશ્વિનની આ 100મી ટેસ્ટ હશે, જ્યારે ભારતનો 14મો ક્રિકેટર હશે. આ અગાઉ ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે 100 ટેસ્ટ રમી ચૂક્યો છે. અશ્વિન પહેલા પૂજારા આ ગૌરવ ધરાવનાર તેરમો ક્રિકેટર હતો. રવિચંદ્રન અશ્વિન 100 ટેસ્ટ રમવા માટે પૂરી રીતે ડિઝર્વ કરે છે. અશ્વિનનું ત્રણેય ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન રહ્યું છે. અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચમાં 23.91 સરેરાશથી 507 વિકેટ ઝડપી છે. અશ્વિને 500થી વધુ વિકેટ ઝડપનાર બીજો ભારતીય છે.
અશ્વિન સિવાય ઇંગ્લેન્ડના બેયરસ્ટોની ધર્મશાળામાં રમાનારી ટેસ્ટ મેચ યાદગાર હશે. ઇંગ્લેન્ડવતીથી 100મી ટેસ્ટ મેચ રમનાર સત્તરમો ક્રિકેટર હશે. આ અગાઉ બેન સ્ટોક્સે રાજકોટમાં પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમ્યો હતો. બેયરસ્ટોએ 99 ટેસ્ટ મેચમાં 36.42ની સરેરાશથી 5,974 રન બનાવ્યા છે. બેયરસ્ટોએ ટેસ્ટ ક્રિકેટમાં 12 સદી અને 26 હાફ સેન્ચુરી કરી છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડની ટેસ્ટ મેચની વાત કરીએ તો દુનિયાના ટોચના બેટર કેન વિલિયમ્સને ન્યૂ ઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચમાં 55.25 સરેરાશથી 8,675 રન બનાવ્યા છે, જેમાં 32 સદી છે.
33 વર્ષના વિલિયમ્સન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. બીજી બાજુ ફાસ્ટ બોલર ટીમ સાઉધી પણ 99 ટેસ્ટ મેચમાં 29.49ની એવરજેથી 378 વિકેટ ઝડપી છે. પંદર વખત પાંચ અથવા એનાથી વધુ વિકેટ ઝડપી છે. 35 વર્ષના સાઉધી ટેસ્ટ ક્રિકેટમાં મહત્ત્વની ઈનિંગ રમ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 15.93 સરેરાશથી 2,072 રન બનાવ્યા છે. સાઉધીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 87 સિક્સર મારી છે.