સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

ઓહ નો! રિષભ પંતે ફક્ત આટલા માટે સેન્ચુરી ગુમાવી

બેન્ગલૂરુ: વિકેટકીપર રિષભ પંત આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે 99 રને વિકેટ ગુમાવી બેસતાં ફક્ત એક રન માટે સાતમી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો.

સર્જરીવાળા જમણા ઘૂંટણમાં ઈજા થવાને કારણે શુક્રવારે તેણે ફીલ્ડિંગ નહોતી કરી, પરંતુ જરૂર પડતાં બૅટિંગમાં આવ્યો હતો અને સેન્ચુરિયન સરફરાઝ ખાન (150 રન) સાથે તેણે ચોથી વિકેટ માટે 177 રનની બહુમૂલ્ય ભાગીદારી પણ કરી હતી, પરંતુ ટી-ટાઇમ પહેલાં તે પોતાના 99મા રને પેસ બોલર વિલિયમ ઑ’રુરકીના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
પંતે આ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટમાં વધુમાં વધુ 41 રન બનાવ્યા હતા અને તેને કિવીઓ સામે પહેલી ટેસ્ટ સદી ફટકારવાની તક હતી, પણ એમાં તે નિષ્ફળ ગયો હતો. પંતે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે સેન્ચુરી ફટકારી છે, પણ ન્યૂ ઝીલૅન્ડ સામે ન ફટકારી શક્યો.

Read This….સરફરાઝ ગુસ્સે થયો રિષભ પંત પર, જાણો શા માટે…

દરમ્યાન ટી-ટાઇમ વખતે વળતી લડત બાદ ભારતનો બીજા દાવનો સ્કોર છ વિકેટે 438 રન હતો. ભારત 356 રનની લીડ ઊતાર્યા બાદ 82 રન બનાવી લીધા હતા. રવીન્દ્ર જાડેજા ચાર રને રમી રહ્યો હતો. ભારતની 89મી ઓવરમાં પંત આઉટ થયા બાદ કેએલ રાહુલ (12 રન) 91મી ઓવરમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

કિવી બોલર્સમાં ઑ’રુરકી અને સ્પિનર ઍજાઝ પટેલે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ જો ધબડકો નહીં રોકી શકે તો કિવીઓને જીતવા સાધારણ લક્ષ્યાંક મળશે અને તેઓ જીતી શકશે.
પહેલા દાવમાં ભારતના 46 રન સામે ન્યૂ ઝીલૅન્ડના 402 રન હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker