નેશનલસ્પોર્ટસ

Rishabh Pantના પરિવારમાં જોડાયું એક નવું સભ્ય…

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છેલ્લા ઘણા સમયથી મેદાનમાં ઉતર્યા નથી. પરંતુ તેમ છતાં તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ પંતને પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી અને એ તસવીરો જોઈને લોકોએ પંતને વધામણી આપવાનું ચાલુ કરી દીધું હતું.

પંતની આ તસવીરો તેની બહેન સાક્ષી અને તેના પરિવારની છે. વાત જાણે એમ છે કે પંતની બહેન સાક્ષી પંતની સગાઈ થઈ ગઈ છે. સાક્ષીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અંકિત ચૌધરી સાથે સગાઈ કરી લીધી છે. પંતે તેના સોશિયલ મીડિયા પેજ પર સગાઈનો ફોટો શેર કર્યો હતા જેમાં તેની બહેન અને માતા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. 26 વર્ષીય પંતે ત્રણ ફોટા શેર કર્યા હતા અને સાથે ત્રણ રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે અભિનંદન બહેન. પંતે તેની બહેનની સગાઈમાં બ્લેક કલરના કોટ અને પેન્ટ પહેર્યા હતા, જ્યારે તેની બહેન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.


સાક્ષી પંતે પણ તેના સોશિયલ મીડિયા પેજ પર મંગેતર અંકિત સાથેની સગાઈના ઘણા ફોટા શેર કર્યા હતા. આ ફોટાઓમાં આ નવું કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે.


સાક્ષીએ અંકિત ચૌધરી સાથેની તેની સગાઈનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે અમારી લવ સ્ટોરીનો નવો અધ્યાય શરૂ કરીએ છીએ…અને સાથે હેશટેગ સાથે સગાઈ લખીને રિંગની ઈમોજી પોસ્ટ કરી હતી. સાક્ષીએ તેની પોસ્ટમાં સગાઈની તારીખ પણ 5 જાન્યુઆરી 2024 લખી છે એમ પણ જણાવ્યું હતું પંતની મોટી બહેન સાક્ષી પંત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે પંત કરતાં બે વર્ષ મોટી છે. સાક્ષીએ યુકેથી અભ્યાસ કર્યો છે. સાક્ષી પોતાની ફિટનેસને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. અને એટલે જ સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.


સાક્ષી પંત અને અંકિત ચૌધરી છેલ્લા નવ વર્ષથી એકબીજાને ઓળખે છે. અંકિત અને સાક્ષી બંને લંડનમાં રહે છે. સાક્ષી પંત હંમેશા પોતાના ભાઈને ચીયર કરવા સ્ટેડિયમમાં જતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…