ક્યારેક તમારી યોજના તમારા હિસાબે લાગુ નથી થતીઃ પંતના શોટ અંગે વોશિંગ્ટન સુંદરે કરી મહત્ત્વની વાત…

ગુવાહાટીઃ ભારતીય કેપ્ટન ઋષભ પંત સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થઈ જવાના કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. પંતના શોટ સિલેક્શની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.
ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને સાઉથ આફ્રિકન બોલર માર્કો જેન્સનનું પણ માનવું છે કે ઋષભ પંતની રણનીતિ મજબૂત હતી, પરંતુ તેનો અમલ યોગ્ય રીતે થઈ શક્યો નહોતો. પંત સાત રન પર જેન્સનની ઓવરમાં આઉટ થયો હતો. અગાઉ ધ્રુવ જુરેલ પણ ખરાબ શોટના કારણે આઉટ થયો હતો.
આપણ વાચો: કેપ્ટન ઋષભ પંતની એક ભૂલ ભારતીય ટીમને ભારે પડી શકે છે! અમ્પાયરે બે વાર વોર્નિંગ આપી
વોશિંગ્ટન સુંદરે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ તેઓએ ઘણી વખત શાનદાર શોટ ફટકાર્યા છે. દેખીતી રીતે અમે ઇચ્છતા હતા તે રીતે તેનો અમલ થયો નથી. તે ખૂબ જ સારી વિકેટ હતી. ખાસ કરીને ભારતમાં આવી પિચ પર તમને વધુ દિવસ બેટિંગ કરવા મળતી નથી. પ્રામાણિકપણે તે ખરેખર એક સારી પિચ છે. જો તમે ત્યાં સમય વિતાવો છો તો રન લેવા માટે ત્યાં સમય છે.
તેણે કહ્યું કે તે બિલકુલ અસમાન નહોતું. તે (જેન્સન) દેખીતી રીતે સૌથી ઊંચો બોલર છે અને સારી લંબાઈથી તે ઉછાળ મેળવે છે. અમે આવા બોલરો સામે ઘણુ રમ્યા છીએ. બીજા દિવસે અમે સમાન બોલરો સામે ઘણી સારી રીતે બેટિંગ કરી હોત અને તે ખૂબ જ અલગ પરિસ્થિતિ જેવું લાગતું હોત.
આપણ વાચો: ઇંગ્લેન્ડ સામે કેએલ રાહુલ અને ઋષભ પંતની સેન્ચુરી, નવા ઈતિહાસ રચ્યા
કોલકત્તા ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરે ત્રણ નંબર બેટિંગ કરી હતી જ્યારે ગુવાહાટી ટેસ્ટમાં પ્રથમ દાવમાં તેને આઠમા નંબર પર બેટિંગ માટે મોકલાયો હતો. જેના પર તેણે કહ્યું હતું કે હું વાસ્તવમાં એવો ક્રિકેટર બનવા માંગું છું જે અલગ અલગ રોલમાં ફિટ બેસી શકે. ટીમ જે નંબર પર ઈચ્છશે ત્યાં હું બેટિંગ કરવાથી ખુશ છું. મારે તેના માટે તૈયાર રહેવું પડશે અને ટીમ માટે બધું જ કરવું પડશે. મારી આ પ્રકારની માનસિકતા છે.



