જુઓ, રિષભ પંતે બર્મિંગમમાં અઠવાડિયાનો બ્રેક કેવી રીતે એન્જૉય કરી રહ્યો છે…

જુઓ, રિષભ પંતે બર્મિંગમમાં અઠવાડિયાનો બ્રેક કેવી રીતે એન્જૉય કરી રહ્યો છે…

બર્મિંગમ: ઇંગ્લૅન્ડ (England) સામે લીડ્સની પ્રથમ ટેસ્ટમાં રિષભ પંતે બંને દાવમાં સેન્ચુરી ફટકારીને વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે નવો ભારતીય વિક્રમ કર્યો હતો, પરંતુ છેવટે ભારત (India) એ મૅચ હારી જતાં ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓ સહિત પંત પણ હતાશ હતો. જોકે ત્યાર બાદ બીજી ટેસ્ટ મૅચ પહેલાં સાત દિવસનો જે બ્રેક મળ્યો છે એમાં રિષભ પંત (RISHABH PANT) ફેમિલી સાથે અમૂલ્ય સમય વિતાવી રહ્યો છે.

ઍન્ડરસન-તેંડુલકર ટ્રોફી હેઠળ રમાતી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ બુધવાર બીજી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) એજબૅસ્ટનમાં રમાશે. ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ શ્રેણીમાં 1-0થી આગળ છે. રિષભ પંત બર્મિંગમમાં તેના મમ્મી (Mom) સરોજ પંત અને બહેન (Sister) સાક્ષીને મળ્યો હતો. તેઓ શહેરના કેટલાક જાણીતા સ્થળોએ ગયા હતા, સાથે જમ્યાં હતાં અને સોશિયલ મીડિયા માટે કેટલાક પોઝ આપ્યા હતા.

રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું છે, ‘ સ્વજનોને મળીને યાદગાર પળો માણવાનો આ અમૂલ્ય સમય.’ વાઇસ કેપ્ટન રિષભ પંત એક જ ટેસ્ટમાં બે સેન્ચુરી ફટકારનાર ભારતનો પહેલો વિકેટકીપર છે. 2022માં બર્મિંગમમાં રમાયેલી ટેસ્ટમાં રિષભ પંતે પહેલા દાવમાં 146 રન અને બીજા દાવમાં 57 રન કર્યા હતા. તે હવે બુધવારે શરૂ થતી બીજી ટેસ્ટમાં એ પર્ફોર્મન્સને યાદ કરીને પોતાનું ફોર્મ જાળવી રાખશે અને ભારતને જિતાડશે એવી તેના અસંખ્ય ચાહકોને આશા છે.

આપણ વાંચો : તો શું રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે અનલકી સાબિત થયો?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button