IPL 2024સ્પોર્ટસ

રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…

નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સે આઇપીએલની 17મી સીઝનમાં ઘણા દિવસ સુધી સાવ તળિયે રહેવા છતાં 14માંથી સાત મૅચમાં વિજય મેળવીને પાંચમું સ્થાન મેેળવ્યું છે. આ ટીમે લખનઊ સુપર જાયન્ટ્સને મંગળવારે 19 રનથી હરાવીને લીગ રાઉન્ડ પૂરો કર્યો હતો અને પ્લે-ઑફમાં પહોંચવા હવે એણે અન્ય કેટલીક ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. આ ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરે કે ન કરે, પણ એના કૅપ્ટન રિષભ પંતે (Rishabh Pant)આઇપીએલ (IPL)માં ભારતીય વિક્રમ કરીને લીગ રાઉન્ડ પૂરો કર્યો છે. તેણે રોમાંચક સિદ્ધિ મેળવી છે.

પંત એક મૅચના સસ્પેન્શનને કારણે 14માંથી 13 મૅચ રમી શક્યો હતો. એક મૅચ ઓછી રમવા છતાં તેનું ટીમમાં મોટું યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો : IPL DD vs LSG: દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો

પંતે 13 મૅચમાં 446 રન બનાવ્યા છે અને 155.60 તેનો સ્ટ્રાઇક રેટ છે. આઇપીએલની પાંચ સીઝનમાં 150-પ્લસના સ્ટ્રાઇક રેટ સાથે 300-પ્લસ રન બનાવનાર પંત પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે 150-પ્લસના સ્ટ્રાઇક રેટ સાથે 300-પ્લસ રન 2017, 2018, 2019, 2022 અને 2024ની સીઝનમાં કર્યા હતા.

પંતના આ પાંચ સીઝનના પર્ફોર્મન્સ આ મુજબના છે: (1) 2017માં 366 રન, 165.61નો સ્ટ્રાઇક રેટ (2) 2018માં 684 રન, 173.60નો સ્ટ્રાઇક રેટ (3) 2019માં 488 રન, 162.67નો સ્ટ્રાઇક રેટ (4) 2022માં 340 રન, 151.79નો સ્ટ્રાઇક રેટ (5) 2024માં 446 રન, 155.40નો સ્ટ્રાઇક રેટ.

શરૂઆતમાં પંતના સુકાનમાં દિલ્હીની ટીમે ખરાબ પર્ફોર્મ કર્યું હતું, પરંતુ પછીથી એક પછી એક મૅચ જીતવાને કારણે દિલ્હીની ટીમ પ્લે-ઑફની નજીક પહોંચી છે. આ સીઝન દરમ્યાન ત્રણ વાર તેના સુકાનમાં દિલ્હીની ટીમ નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી ન કરી શકી એ બદલ પંતને કૅપ્ટન હોવા બદલ અનુક્રમે 12 લાખ રૂપિયા, 24 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાનો દંડ કરાયો તેમ જ એક મૅચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. તે બેન્ગલૂરુ સામેની મૅચ નહોતો રમી શક્યો. તેણે કહ્યું છે કે જો એ મૅચમાં તે રમ્યો હોત તો બેન્ગલૂરુ સામે દિલ્હી વધુ સારી રીતે જીત્યું હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ