સ્પોર્ટસ

આઇપીએલ ૨૦૨૫માં ચેન્નઇમાં ધોનીનું સ્થાન લઇ શકે છે ઋષભ પંત

પૂર્વ ભારતીય ક્રિકેટર દાસગુપ્તાનો દાવો

ચેન્નઇ: પૂર્વ ભારતીય ક્રિકેટર દીપદાસ ગુપ્તાએ મોટો દાવો કરતા કહ્યું હતું કે જો પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની આઇપીએલ ૨૦૨૪ પછી નિવૃત્ત થાય છે તો ઋષભ પંત આઇપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીનું સ્થાન લઇ શકે છે. પંત આ દિવસોમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં કાર અકસ્માતનો ભોગ બન્યો હતો અને આઇપીએલ ૨૦૨૩માં તેની ટીમ દિલ્હી તરફથી રમી શક્યો ન હતો. આશા છે કે તે આઇપીએલ ૨૦૨૪માં ફરી એકવાર દિલ્હી તરફથી રમતો જોવા મળી શકે છે. દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ નવ નવેમ્બરે કહ્યું હતું કે પંત સારી સ્થિતિમાં છે અને આઇપીએલ ૨૦૨૪માં ટીમનું નેતૃત્વ કરશે.
ઋષભ પંત કોલકાતામાં દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ કેમ્પમાં જોડાયો હતો, પરંતુ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો ન હતો. ધોનીની આઈપીએલ કારકિર્દી શાનદાર રહી છે અને તે સીઝનની શરૂઆતથી જ સીએસકે સાથે જોડાયેલો છે. હવે બધાની નજર તેના પર છે કે સીએસકે સાથે તેનું ભવિષ્ય શું છે અને તે આ સીઝનમાં તેની ટીમ માટે રમશે. ૪૨ વર્ષની ઉંમરે પણ સીએસકેનું નેતૃત્વ કરવું તેના ચાહકો માટે ખૂબ જ આનંદની વાત છે. આઇપીએલ ૨૦૨૫માં ધોનીના ભવિષ્યને લઈને અનિશ્ર્ચિતતાને જોતા દીપ દાસગુપ્તાએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરના એક વીડિયોમાં જણાવ્યું હતું કે સીએસકે તેમના મહાન કેપ્ટન એમએસ ધોનીના સ્થાને પંતને સ્થાન આપી શકે છે. તેને લાગે છે કે ધોની અને પંતની વિચારસરણી ઘણી સમાન છે અને જો સીએસકે આઇપીએલ ૨૦૨૫માં પંતને તેમની ટીમનો ભાગ બનાવે તો તેને આશ્ર્ચર્ય થશે નહીં. ધોની અને પંત એકબીજાને ખૂબ પસંદ કરે છે અને ખૂબ જ નજીક પણ છે. બંનેની વિચારસરણી સમાન છે અને તેઓ ખૂબ જ આક્રમક છે, જીતવા માટે એકબીજા સાથે વાતો પણ કરતા રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button