Rishabh Pant Smashes 29-Ball Half-Century

ફક્ત 29 બોલમાં અડધી સદી, પંતની તોફાની બેટિંગ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી ગઇ છે . ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે તેના પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે બીજા દાવમાં છ વિકેટના ભોગે 141 રનનો જુમલો નોંધાવ્યો છે. આમાં સ્ટાર બેટર રિષભ પંતની ઝઁઝાવાતી બેટિંગનો મોટો ફાળો છે. રિષભ પંતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી ટેસ્ટ અર્ધસદી ફટકારી હતી.

આ પણ વાંચો : રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો?

પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી હતી.તેને રમતા જોઇને તો એવું જ લાગતું હતું કે જાણે તે ટી-20 રમવા માટે મેદાનમાં આવ્યો હોય. તેણે મેદાન પર ચોક્કા અને સિક્સરનો વરસાદ કરી દીધો હતો.

ભારત vs ઓસ્ટ્રેલિયા 5-મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. બીજા દિવસના અંતે ભારતનો સ્કોર બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 141 રન છે, કુલ લીડ 145 રન છે. રિષભ પંતની તોફાની ઇનિંગ્સના આધારે ભારત આ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી હતી.

તેના સિવાય હજુ સુધી કોઈ બેટ્સમેન 25 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી.

બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે 6 વિકેટ ગુમાવીને 141 રન બનાવી લીધા છે. 4 રનની લીડ સાથે હવે ભારતની કુલ લીડ 145 રન થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદર રવિન્દ્ર જાડેજા સાથે ક્રિઝ પર છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 50 રન બનાવવાની વાત કરીએ તો અગાઉ 2022માં રિષભ પંત શ્રીલંકા સામે આ કારનામુ કરી ચૂક્યો છે. તેમે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી અને હવે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે 29 બોલમાં અડધી સદી નોંધાવી છે. આ ઉપરાંત 1982માં કપિલ દેવે પાકિસ્તાન સામે 30 બોલમાં ફિફ્ટી નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?

તો શાર્દુલ ઠાકુરે 2021માં ઇંગ્લેન્ડ સામે 31 બોલમાં 50 રન જડી દીધા હતા. ભારતના નવા નિશાળીયા યશસ્વી જયસ્વાલે પણ 2024માં કાનપુરમાં બાંગ્લાદેશ સામે 31 બોલમાં અડધી સદી નોંધાવી હતી.

સંબંધિત લેખો

Back to top button