ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર કાસાનોવા ઇમેજ ધરાવે છે. શુભમન ગિલ તેની અંગત જીવનને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. તેના બોલિવૂડ અભિનેત્રી સાથેના સંબંધોના સમાચાર અવારનવાર ચમકતા રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે શુભમન ગિલનું નામ જોડાઇ ચૂક્યું છે. તો ક્યારેક તેનું નામ ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર સાથે પણ ચર્ચાય છે. શુભમન ગિલને પણ જાણે કે આવી રીતે ચર્ચામાં રહેવું ગમતું હોય એમ લાગે છે કારણ કે એણે ક્યારેય કોઇ પણ સારા સાથેના સંબંધો પર કોઇ પ્રતિભાવ આપ્યો નથી. જોકે, હવે શુભમનના લગ્નના સમાચાર જાણવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં બધાને જ એ જાણવાની તાલાવેલી છે કે આ હેન્ડસમ હંકને કોણ પટાવી ગયું. તો ચાલો આપણે એ જાણીએ.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શુભમન સારા સાથે નહીં પણ ટીવી સ્ટાર રિદ્ધિમા પંડિત સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેની લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ અને રિદ્ધિમા પંડિત ડિસેમ્બર 2024માં લગ્ન કરવા જઈ રહ્યા છે. શુભમન અને રિદ્ધિમા તેમના લગ્નને ગુપ્ત રાખવા માંગે છે. રિપોર્ટ્સનું માનીએ તો શુભમન અને રિદ્ધિમા આ દિવસોમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
રિદ્ધિમા પંડિત એક ટીવી અભિનેત્રી છે અને તેણે વર્ષ 2016માં ટીવી શો ‘બહુ હમારી રજનીકાંત’ દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી રિદ્ધિમા પંડિત ધ ડ્રામા કંપની, ડાન્સ ચેમ્પિયન, યો કે હુઆ બ્રો (2017), હમ આઇ એમ બિકોઝ ઑફ અસ, દીવાને અંજાને (2018), ફિયર ફેક્ટર-ખતરો કે ખિલાડી, કિચન કિચન ચેમ્પિયન, ખતરામાં જોવા મળી હતી. ખતરા, ખતરા (2019), હવાયેન- ધ મોન્સ્ટર (2019), કુંડલી ભાગ્ય (2020) અને 2021 માં બિગ બોસ OTTમાં સપ્ર્ધકના રૂપમાં જોવા મળી હતી.
રિઅલ લાઇફની વાત કરીએ તો રિદ્ધિમા પંડિત મુંબઇની રહેવાવાળી છે અને તેની ઉંમર 33 વર્ષની છે, જ્યારે શુભમન ગિલ 24 વર્ષનો છે. રિદ્ધિમા ટીવી સિરિયલ નાગિનની સાતમી સિઝનથી કમ બેક કરી રહી છે. જોકે, આ મામલે હવે અભિનેત્રી રિદ્ધિમાની પણ પ્રતિક્રિયા આવી છે. રિદ્ધિમાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે આવું કંઇ નથી. જ્યારે લગ્ન થવાના હશે ત્યારે તમને બધાને જણાવીશ.