સ્પોર્ટસ

Ricky Ponting: BCCIએ હેડ કોચના પદ માટે રિકી પોન્ટિંગનો સંપર્ક કર્યો, જાણો પોન્ટિંગે શું કહ્યું

નવી દિલ્હી: આવતા મહીને T20 વર્લ્ડ કપ(T20 world cup) બાદ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ(Rahul Dravid)નો BCCI સાથેનો કોન્ટ્રેકટ પૂરો થવનો છે, BCCI હાલ દ્રવિડનું સ્થાન લઇ શકે એવા સક્ષમ કોચની તલાશમાં છે. એવામાં દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને દિલ્હી કેપિટલ્સના વર્તમાન મુખ્ય કોચ રિકી પોન્ટિંગે(Ricky Ponting) પુષ્ટિ કરી છે કે BCCIએ ટીમ ઈન્ડિયાના કોચના પદ માટે તેમનો સંપર્ક કર્યો હતો.

પોન્ટિંગે કહ્યું, “મેં આ વિશે ઘણા અહેવાલો જોયા છે. સામાન્ય રીતે, તમે જાણો એ પહેલા અહેવાલો સોશિયલ મીડિયા પર પોપ અપ થઈ જાય છે, પરંતુ આઈપીએલ દરમિયાન થોડી થોડી વાતચીત થઈ હતી.”

આ પણ વાંચો: T20 World Cupમાંથી Hardik Pandyaની બાદબાકી થશે! ફોર્મ સાબિત કરવા માટે માત્ર આટલી મેચ બચી

જો પોન્ટિંગ ભારતના મુખ્ય કોચ તરીકે કાર્યભાર સંભાળવા ઈચ્છે, તો તેણે દિલ્હી કેપિટલ સાથે ટાઈ છોડાવી પડશે, જેના માટે તે તૈયાર નથી. કોચ પદ પર રહેતા ટીમ સાથે વિશ્વના વિવિધ ભાગોમાં સતત મુસાફરી માટે પોન્ટિંગે BCCIની ઓફરમાં રસ નથી દાખવ્યો.

પોન્ટિંગે કહ્યું કે “મને રાષ્ટ્રીય ટીમનો હેડ કોચ બનવું ગમશે, પરંતુ મારા જીવનમાં અન્ય મહત્વની બાબતો છે. હું ઘરે સમય પસાર કરવા માંગુ છું…દરેકને ખબર છે કે જો તમે ભારતીય ટીમ સાથે કામ કરવા માટે જવાબદારી લો છો, તો તમે આઈપીએલ ટીમ સાથે જોડાઈ શકતા નથી.”

તેણે વધુમાં કહ્યું કે “નેશનલ ટીમના હેડ કોચ હોવુંએ વર્ષના 10 કે 11 મહિનાની નોકરી છે, જે હાલ મારી જીવનશૈલીને અનુકુળ નથી.”

દ્રવિડે સ્પષ્ટ કર્યું છે કે T20 વર્લ્ડ કપ સાથે તેનો કરાર સમાપ્ત થયા પછી તે ફરીથી અરજી નહીં કરે, ત્યાર બાદ BCCIએ ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનો સંપર્ક કરવા શરૂ કર્યું હતું.

એક ખેલાડી અને કોચ તરીકેના તેમના બહોળા અનુભવને કારણે બીસીસીઆઈને પોન્ટિંગનો અપ્રોચ કર્યો હતો.

આ ઉપરાંત BCCIએ જસ્ટિન લેંગર (લખનઉ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ), સ્ટીફન ફ્લેમિંગ (ચેન્નઈ સુપર કિંગના મુખ્ય કોચ), ગૌતમ ગંભીર (કોલકાતા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ) અને મહેલા જયવર્દને (મુંબઈ ઈન્ડિયન્સ ડિરેક્ટર)નો સંપર્ક કર્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મે 27 છે. અરજીઓની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી, BCCI પસંદ કરેલા ઉમેદવારોનું સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ સાથે ઈન્ટરવ્યું કરવામાં આવશે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker