સ્પોર્ટસ

રિચાએ રચ્યા રેકૉર્ડ, ટી-20માં ભારતના પહેલી વાર 200 રન

એશિયા કપમાં પોતાનો જ વિક્રમ તોડ્યો, હરમનપ્રીતે એક જ દિવસે મંધાના અને મેગ લૅનિંગને પાછળ પાડી

દામ્બુલા: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમે રવિવારે અહીં યુએસને એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં 78 રનથી હરાવીને પોતાને સતત બીજી મૅચ જીતીને સેમિ ફાઇનલની લગોલગ લાવી દીધું હતું. ભારતે ટી-20માં પહેલી જ વખત 200 રનનો ટીમ-સ્કોર નોંધાવ્યો છે. આ વિજય સાથે ભારતે અને ખાસ કરીને વિકેટકીપર-બૅટર રિચા ઘોષે કેટલાક વિક્રમો કર્યા છે.

રાઇટ-હૅન્ડ બૅટર રિચા ઘોષે છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવીને 29 બૉલમાં એક સિક્સર તથા બાર ફોરની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. તેણે હરમનપ્રીત કૌર (47 બૉલમાં 66 રન) સાથે પાંચમી વિકેટ માટે 75 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. રિચાએ અણનમ 64 રન 220.68ના સ્ટ્રાઇક-રેટ સાથે બનાવ્યા હતા અને એ રીતે મહિલા ટી-20માં ભારત વતી 50-પ્લસનો વ્યક્તિગત સ્કોર નોંધાવી ચૂકેલી બૅટર્સમાં તેનો આ સ્ટ્રાઇક-રેટ હાઈએસ્ટ છે. તેણે સ્મૃતિ મંધાનાનો 204.00ના સ્ટ્રાઇક-રેટનો ભારતીય વિક્રમ તોડ્યો છે.

રિચાએ ફક્ત 26 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને મહિલાઓના એશિયા કપમાં તે સેક્ધડ-ફાસ્ટેસ્ટ છે. મંધાનાની પચીસ બૉલમાં બનેલી હાફ સેન્ચુરી ફાસ્ટેસ્ટ છે જે તેણે 2022માં શ્રીલંકા સામે નોંધાવી હતી.

ટી-20માં ભારતીય ટીમે 200 રનનો જુમલો નોંધાવ્યો હોવાનો પહેલો જ બનાવ રવિવારે બન્યો હતો. 2018માં ભારતે ઇંગ્લૅન્ડ સામે મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ચાર વિકેટે જે 198 રન બનાવ્યા હતા એ ભારતનો અત્યાર સુધીનો હાઇએસ્ટ સ્કોર હતો.
ભારતના પાંચ વિકેટે બનેલા 201 રન પણ ટી-20 એશિયા કપમાં હાઇએસ્ટ છે. જોકે ભારતે પોતાનો રેકૉર્ડ તોડ્યો છે. આ પહેલાં ભારતના મલેશિયા સામે ચાર વિકેટે બનેલા 181 રન એશિયા કપમાં સૌથી વધુ હતા.

આપણ વાંચો: ભારતીય મહિલાઓ એશિયા કપની સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી જ ગઈ

સૌથી મોટી નવાઈની વાત એ છે કે મહિલાઓની ટી-20માં હાઇએસ્ટ સ્કોર ક્રિકેટના નવા નિશાળિયા ગણાતા આર્જેન્ટિનાના નામે છે. ઑક્ટોબર 2023માં આર્જેન્ટિનાની ટીમે ચિલીની ટીમ સામે 20 ઓવરમાં એક જ વિકેટે 427 રન બનાવ્યા હતા જેમાં લ્યુસિયા ટેલરના 169 રન અને આલ્બર્ટિના ગલાનના અણનમ 145 રન હતા. આર્જેન્ટિનાની 427 રનની આખી ઇનિંગ્સમાં એક પણ સિક્સર નહોતી ગઈ.

હરમનપ્રીત કૌરના ટી-20માં 3415 રન થયા છે. એ સાથે તેણે ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતની સ્મૃતિ મંધાના (3378)ને અને ઑસ્ટ્રેલિયાની મેગ લૅનિંગ (3405)ને ઓળંગી લીધી છે અને હાઇએસ્ટ રન બનાવનાર પ્લેયર્સમાં નંબર-ટૂ થઈ ગઈ છે. ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ 4348 રન સાથે નંબર-વન છે.

ભારતીય મહિલા ટીમના ટી-20માં હાઇએસ્ટ સ્કોર્સ

સ્કોર હરીફ ક્યારે ક્યાં
201/5 યુએઇ 2024 દામ્બુલા
198/4 ઇંગ્લૅન્ડ 2018 બ્રેબૉર્ન
194/5 ન્યૂ ઝીલૅન્ડ 2018 પ્રૉવિડન્સ
187/5 ઑસ્ટ્રેલિયા 2022 નવી મુંબઈ
185/4 વેસ્ટ ઇન્ડિઝ 2019 ગ્રૉઝ આઇલેટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે