સ્પોર્ટસ

તો આ કારણો ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ કોચ બનાવે છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. BCCIએ તેમને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. ગયા મહિને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપમાં ભારતની જીત સાથએ રાહુલ દ્રાવિડનો કાર્યકાળ પૂરો થયો હતો. તેમણે નવેમ્બર 2021માં રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. VVS લક્ષ્મણે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો હોદ્દો સંભાળવાનો ઇનકાર કર્યા બાદ ગૌતમ ગંભીરની ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ગૌતમ ગંભીરે ભારતની 2011 ODI વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણે એવા કેટલાક કારણોની ચર્ચા કરીશું જે ગૌતમ ગંભીરને ટીમના મુખ્ય કોચ તરીકે યોગ્ય પસંદગી બનાવે છે.

યુવા પ્રતિભા પારખવામાં નિષ્ણાતઃ ગૌતમ ગંભીર ઘણા જ વિશ્વસનીય અને પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમનામાં યુવા પ્રતિભાને પારખવાની કમાલની આવડત છે. રિયાન પરાગ અને અભિષેક શર્મા જેવા નવા નિશાળિયા પર દાવ લગાવતા તેઓ ગભરાતા નથી. નવદીપ સૈની, હર્ષિત રાણા, મયંક યાદવ, મોહસીન ખાન જેવી ઘણી ઊભરતી પ્રતિભાઓ ગંભીરને પોતાનો ગોડફાધર માને છે.

રમતની સારી સમજ છેઃ
ગૌતમ ગંભીર એક અનુભવી અને સફળ ખેલાડી રહ્યા છએ. તેમનામાં ક્રિકેટની સારી સમજ છે અને તેઓ જે કામ કરે તેમાં 100 ટકા આપવાની તેમની આદત છે. 2003માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કરનાર ગંભીરે પોતાની મક્કમતા અને કૌશલ્યથી ઓપનિંગ બેટ્સમેન તરીકે સારી સફળતા હાંસલ કરી હતી.
આક્રમક માનસિક્તાઃ ગૌતમ ગંભીર પર ઓસ્ટ્રેલિયન માનસિકતા છવાયેલી છે. તે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જેમ આક્રમક આયોજન સાથે રમવામાં માને છે. દબાણ સામે ડગમગી જવાને બદલે તેનો મક્કમતાથી અને ઝનૂનથી સામનો કરવાની તેમની આદત છે. તેમની પાસે લાગણીઓ, દબાણ સામે ઝૂક્યા વિના રમતમાં આગળ વધવાનો સારો અનુભવ છે.

નેતૃત્વ ક્ષમતાઃગૌતમ ગંભીર તેમની નેતૃત્વ ક્ષમતા માટે ઓળખાય છે્. નેશનલ ટીમમાં ગંભીરને ક્યારેય તેમની નેતૃત્વ ક્ષમતા દર્શઆવવાની તક નહોતી મળી પણ IPLમાં તેમણે KKRને બે વખત ચેમ્પિયન બનાવી નેતૃત્વ ક્ષમતા સાબિત કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કોચ તરીકે રહી તેમણે ટીમને સતત બે સિઝનમાં પ્લેઓફમાં પહોંચાડી હતી. ત્યાર બાદ KKR ના મેન્ટર બનીને તેણે ટીમને ત્રીજું ટાઇટલ અપાવ્યું. આ બધું જ તેમની નેતૃત્વ ક્ષમતા પુરવાર કરે છે.

ટ્રોફી જીતવાનો અનુભવઃ ગૌતમ ગંભીર જાણે છે કે ટૂર્નામેન્ટ કેવી રીતે જીતવી. ભારત ભલે 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હોય, પણ બધા જાણે છે કે 2013થી ભારતીય ટીમ ઘણી ICC ટ્રોફીની ફાઈનલ અને સેમીફાઈનલમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ છે અને તેમના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ ગયો છે. અહીં જ ગૌતમ ગંભીર કામ આવે છે. નોકઆઉટ મેચના દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે ગંભીર જાણે છે. મેન્ટોર તરીકે તેમણે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ, 2012 IPL, 2014 IPL અને 2024 IPL જીત્યો છે.
ગૌતમ ગંભીરની આ બધી લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ જ તેમને ટીમ ઇન્ડિયાના કોચ માટે આદર્શ પસંદગી બનાવે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button