મનોરંજનસ્પોર્ટસ

Natasa Stankovik-Hardik Pandyaના ડિવોર્સનું કારણ આવ્યું સામે, વાઈરલ થયો વીડિયો…

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ અને એક્ટ્રેસ નતાસા સ્ટેનકોવિકે જુલાઈ મહિનામાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ડિવોર્સની જાહેરાત કરી હતી. જ્યારથી કપલે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી કોઈને કોઈ કારણસર કપલ ચર્ચામાં રહે છે. હાલમાં નતાસા પોતાના એક મ્યુઝિક અલ્બમને કારણે ચર્ચામાં છે તો બીજી બાજું હાર્દિક પંડ્યાનો પણ નો શોટ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નતાસાનો આ વીડિયો પર હાર્દિકની તો કોઈ પ્રતિક્રિયા નથી આવી પણ હાર્દિકના ફેન્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે અને ડિવોર્સના કારણ વિશે ચર્ચા તરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

નતાસા સ્ટેનકોવિક ટૂંક સમયમાં જ પંજાબી સિંગર પ્રીત ઈંદર સાથે એક ગીતમાં જોવા મળશે. આ અલ્બમનો પોસ્ટર અને ટીઝર એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તે સિંગર સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. આ પોસ્ટને યુઝર્સ લાઈક કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સ આ પોસ્ટ પર નતાસાને એવી એવી વાતો સંભળાવી રહ્યા છે કે નહીં પૂછો વાત.

બુધવારે સાંજે નતાસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને આ સાથે જ લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોને નતાસાનો આ અંદાજ ખૂબ જ પસંગ આવી રહ્યો છે તો કેટલાક લોકોને આ કંઈ ખાસ પસંદ આવ્યું હોય એવું નથી લાગતું. કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે કે નતાસા ડિવોર્સ બાદ પોતાની લાઈફમાં આગળ વધી રહી છે તો કેટલાક લોકો એને ટ્રોલ પણ કરી રહ્યા છે.

નતાસાના આ વીડિયોને જોઈને યુઝર્સે કરેલી કમેન્ટ્સની વાત કરીએ તો એક યુઝરે આ વીડિયો પર હાર્દિક પંડ્યાની ઘર જા વાલી જીઆઈએફ ઈમોજી શેર કરી છે તો બીજા એક યુઝરે લખ્યું હતું કે આ જ છે હાર્દિક અને નતાસાના ડિવોર્સ થયા હતા. જોકે, આ બધી તો વાતો છે. હાર્દિક અને નતાસાએ કયા કારણસર ડિવોર્સ લીધા એનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી, કારણ કે બંને જણે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button