સ્પોર્ટસ

IPL 2026માં RCB ની હોમ મેચ બેંગલુરુમાં નહીં રમાય! આ શહેરને મળી શકે છે લાભ

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 દમિયાન રોયલ ચેન્લેજર બેંગલુરુ(RCB)ના ફેન્સને નિરાશ થવું પડી શકે છે. અહેવાલ મુજબ IPLની આગામી સિઝનમાં RCB તેના હોમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ રમવા ઈચ્છતી નથી.
નોંધનીય છે કે, ગત વર્ષે IPL 2025 નું ટાઈટલ જીત્યા બાદ RCB એ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ગેરવ્યવસ્થાને કારણે થયેલી ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતાં. એક અહેવાલ મુજબ, IPL 2026 માટે RCB તેના હોમ મેચ બેંગલુરુમાં યોજવા તૈયાર ન નથી.

અહેવાલ મુજબ RCB એ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) સાથે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026 મેચના આયોજન અંગે કોઈ ચર્ચા કરી નથી. પરંતુ RCBના સુત્રોના જણાવ્યા મુજબ ટીમ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચ રમવા ઇચ્છતી નથી.

આ પણ વાંચો : IPL 2026 Auctionની પળેપળની અપડેટ્સ

આ શહેરોમાં યોજાઈ શકે છે મેચ:

અહેવાલો અનુસાર, IPL 2026 દરમિયાન RCB ના હોમ મેચોની આયોજન છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવી શકે છે, મધ્ય પ્રદેશના ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

વિજય હજારે ટ્રોફીની મેચ પણ અન્ય સ્થળે ખસેડવામાં આવી:

ગયા ડિસેમ્બરમાં વિજય હજારે ટ્રોફીની આંધ્રપ્રદેશ વિરુદ્ધ દિલ્હીની મેચ પણ છેલ્લી ઘડીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી અન્યત્ર ખસેડવામાં આવી હતી. નોંધનીય છે, RCBનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી દિલ્હી વતી રમે છે.

આ પણ વાંચો : ઓક્શન પહેલા IPL 2026ની તારીખો લીક થઇ! આ તારીખે યોજાશે પહેલી મેચ

RCBની ભારે ટીકા:

અહેવાલો અનુસાર, આરસીબીની સોશિયલ મીડિયા ટીમને ઇન્સ્ટાગ્રામ લાઇવ સ્ટ્રીમ કોમેન્ટ સેક્શનમાં ટ્રોફી ઉજવણી દરમિયાન ભાગદોડની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને પ્રસારણ ચાલુ રાખ્યું હતું, જેને કારણે ટીમની ટીકા થઇ હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button