રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ સત્તાધીશોને બે સરોવરના પ્રૉજેક્ટ પૂરા કરી આપ્યા! આ વળી કેવી રીતે?
બેન્ગલૂરુ: હેડિંગ વાંચીને ઘણાને વિચાર આવ્યો હશે કે આઇપીએલના ફ્રૅન્ચાઇઝી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ને વળી સરોવર સાથે અને એના પ્રકલ્પ સાથે શું લેવાદેવા!
વાત એવી છે કે અસંખ્ય ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસેલા આરસીબીએ સામાજિક કાર્ય કરવાના ભાગરૂપે ઑક્ટોબર 2023માં ‘લેક ઇમ્પ્રુવમેન્ટ વર્ક્સ પ્રૉજેક્ટ’ શરૂ કર્યો હતો. ખાસ કરીને બેન્ગલૂરુમાં પાણીની સમસ્યા હળવી કરવાના હેતુથી આરસીબીએ ‘ગો ગ્રીન’ અભિયાન હેઠળ આ કામ સ્વેચ્છાએ હાથમાં લીધું હતું અને ઇટ્ટગલપુરા તથા સદેનાહલ્લી નામના બે સરોવરને લગતા સુધારાના તેમ જ બાંધકામને લગતા કામો પૂરા કરીને શનિવારે નવા બનાવેલા બન્ને સરોવરની જવાબદારી સ્થાનિક સત્તાવાળાઓને પાછી સોંપી દીધી હતી.
આ પણ વાંચો: આરસીબીનો ભારતીય ખેલાડી બની ગયો એ જ ટીમનો બૅટિંગ-કોચ અને મેન્ટર
બેન્ગલૂરુમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. આરસીબીએ ઇન્ડિયા કેર્સ ફાઉન્ડેશન ઍન્ડ ફ્રેન્ડ્સ ઑફ લેક્સ સાથેની ભાગીદારીમાં આ પ્રકલ્પનો અમલ કર્યો હતો.
આરસીબીની દેખરેખમાં 300 દિવસ સુધી આ પ્રકલ્પનું કામકાજ ચાલ્યું હતું જે દરમ્યાન જૂની સિલ્ટ (બાંધકામમાં વપરાતી એક પ્રકારની સામગ્રી) તથા માટી દૂર કરવામાં આવી હતી. આ સિલ્ટ અને માટી વાપરવા માટે સ્થાનિક ખેડૂતોને આપી દેવામાં આવી હતી અને નવા સિલ્ટ તથા માટીના ઉપયોગથી પ્રકલ્પ પૂરો કરાયો હતો.
આ પણ વાંચો: એકલો ઝહીર ખાન હવે ગંભીર-મૉર્કલ બન્નેની જવાબદારી ઊપાડશે
આરસીબીએ 3000 છોડ પણ વાવ્યાં હતા એટલે સમય જતાં બન્ને સરોવરની આસપાસ વૃક્ષો જોવા મળશે. સરોવરો જલદી છલકાઈ ન જાય એ માટે એના બન્ડ્સ પહોળા કરવામાં આવ્યા છે.